![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Apple iPhone 13 Launch : Apple iPhone 13 Launch ઈવેન્ટ, ટિમ કુકે નવું આઈપેડ કર્યું લોન્ચ
Apple ની આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ શરુ થઈ ગઈ છે. આ વર્ચ્યૂલ ઈવેન્ટમાં કંપની iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોન લોન્ચ કરશે.
![Apple iPhone 13 Launch : Apple iPhone 13 Launch ઈવેન્ટ, ટિમ કુકે નવું આઈપેડ કર્યું લોન્ચ apple event iphone 13 launch live updates iphone 13 max pro apple watch series 7 airpods iphone 13 price Apple iPhone 13 Launch : Apple iPhone 13 Launch ઈવેન્ટ, ટિમ કુકે નવું આઈપેડ કર્યું લોન્ચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/14/c2d514b782d93d27b9dcb18caed69308_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Apple ની આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ શરુ થઈ ગઈ છે. આ ઈવેન્ટની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ચ્યૂલ ઈવેન્ટમાં કંપની iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોન લોન્ચ કરશે.
Apple Watch Series 7 લોન્ચ
Apple વોચ સીરીઝ 7 માં એકદમ નવી ડિસ્પ્લે મળે છે. જેની બોર્ડર 40 ટકા પાતળી છે. આ રિડિઝાઈન કરવામાં આવેલા બટન અને એક નવા ડિસ્પ્લે સાથે આવે છે. સ્ક્રીન ખૂબ વધારે ટેકસ્ટ દેખાડી શકે છે. સીરીઝ 7માં મોટી સક્રીનના કારણે ફુલ કિબોર્ડને સપોર્ટ કરે છે.
ટિમ કુકે નવું આઈપેડ લોન્ચ કર્યું છે. Apple નું iPad 2021 લેટેસ્ટ A13 બાયોનિક ચિપસેટથી ચાલે છે. તેમાં નીચેની તરફ એક બટન પણ છે. IPad માં 122 ડિગ્રી પોઈન્ટ ઓફ વ્યૂની સાથે 12MP નો અલ્ટ્રા-વાઈટ કેમેરો છે. ફ્રન્ટ કેમેરો એક નવા સેન્ટર-સ્ટેઝ ફીચર સાથે છે જે કોલને વધારે નેચરલ બનાવશે અને ઓટોમેટિક રીતે બીજા યૂર્ઝસની ભાળ મેળવશે. આ ફર્સ્ટ જનરેશનના એપ્પલ પેન્સિલને સપોર્ટ કરશે. આ iPadOS 15 ની સાથે શિપ હશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)