શોધખોળ કરો
Advertisement
એપલે કરી રેકોર્ડ કમાણી, ભારતમાં ઓનલાઇન સ્ટૉર શરૂ કરવાથી થયો ફાયદો, જાણો વિગતે
એપલના સીઇઓ ટિમ કૂકે પરિણામ જાહેર કરતા કહ્યું કે, અમે અમેરિકા, યૂરોપ અને આખા એશિયા પ્રશાંતમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન કર્યુ. અમે ભારતમાં પણ અમારા ઓનલાઇન સ્ટૉરની આ ત્રિમાસિકમાં થયેલી શરૂઆતને ખુબ સારો રિસ્પૉન્સ મળ્યો છે
નવી દિલ્હીઃ એપલ ઇન્ડિયાએ સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ભારત સહિત જુદાજુદા માર્કેટોમાં સારુ પરફોર્મન્સ કર્યુ છે. આ દરમિયાન કંપની આવક રેકોર્ડ 64.7 અબજ ડૉલર પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે એપલે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતમાં પોતાનો પહેલો ઓનલાઇન સ્ટૉરની શરૂઆત કરી હતી. ભારતમાં પ્રીમિયમ સીરીઝમાં એપલનો મુકાબલો સેમસંગ અને વનપ્લસ જેવી કંપનીઓ સાથે હતો.
એપલના સીઇઓ ટિમ કૂકે પરિણામ જાહેર કરતા કહ્યું કે, અમે અમેરિકા, યૂરોપ અને આખા એશિયા પ્રશાંતમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન કર્યુ. અમે ભારતમાં પણ અમારા ઓનલાઇન સ્ટૉરની આ ત્રિમાસિકમાં થયેલી શરૂઆતને ખુબ સારો રિસ્પૉન્સ મળ્યો છે.
એપલે ભારતમાં શરૂ કર્યુ આઇફોન-11નુ એસેમ્બલ
એપલે વિસ્ટ્રૉન અને ફૉક્સકૉન જેવી ભાગીદારોની સાથે મળીને તાજેતરમાં જ ભારતમાં આઇફોન-11ને એસેમ્બલ કરવાનુ શરૂ કરી દીધુ છે. રિસર્ચ કંપની કેનેલિસ અનુસાર ભારત પર નવેસરથી ધ્યાન આપવાથી સપ્ટેમબર ત્રિમાસિક દરમિયાન કંપનીને વેચાણ 10 ટકાથી વધુ દરથી વધીને લગભગ આઠ લાખ યૂનિટ રહ્યું.
એપલના નવા આઇફોન 12 સીરીઝનુ વેચાણ ભારતમાં શરૂ થઇ ગયુ છે. આઇફોન 12 સીરીઝને એપલના ઓનલાઇન સ્ટૉર ઉપરાંત તમામ ઓફલાઇન સ્ટૉર પરથી પણ ખરીદી શકાય છે. આઇફોન 12 સીરીઝમાં સૌથી વધુ નાના અને સસ્તાં મૉડલ આઇફોન 12 મીની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement