શોધખોળ કરો
Advertisement
વિવાદિત પૉસ્ટ-કન્ટેન્ટ માટે ફેસબુકે બનાવી પોતાની 'સુપ્રીમ કોર્ટ', ઝૂકરબર્ગનો ફેંસલો પણ બદલી શકશે
ફેસબુકે એક ઓવર સાઇટબોર્ડ બનાવવાની જાહેરાત કરી છે, આને ફેસુબુકની 'સુપ્રીમ કોર્ટ' માનવામાં આવે છે. આ બોર્ડમાં એક પૂર્વ વડાપ્રધાન, એક નૉબલ શાંતિ પુરસ્કાર કેટલાક બંધારણીય કાયદાકીય વિશેજ્ઞણ અને પોતાના પહેલા 20 સદસ્યોના અધિકાર વકીલ સામેલ થશે
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા ફેસબુક પર વધી રહેલી વિવાદિત પૉસ્ટને કન્ટ્રૉલ કરવા માટે ફેસબુકે એક ખાસ પગલુ ભર્યુ છે. ફેસબુકે પોતાની સુપ્રીમ કોર્ટ બનાવી છે.
ફેસબુકે એક ઓવર સાઇટબોર્ડ બનાવવાની જાહેરાત કરી છે, આને ફેસુબુકની 'સુપ્રીમ કોર્ટ' માનવામાં આવે છે. આ બોર્ડમાં એક પૂર્વ વડાપ્રધાન, એક નૉબલ શાંતિ પુરસ્કાર કેટલાક બંધારણીય કાયદાકીય વિશેજ્ઞણ અને પોતાના પહેલા 20 સદસ્યોના અધિકાર વકીલ સામેલ થશે, જે કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગના ફેંસલાને પણ પલટી શકશે.
ફેસબુકનુ ઓવરસાઇટ બોર્ડ બિલકુલ 'સુપ્રીમ કોર્ટ'ની જેમ કામ કરશે, આમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને હ્યૂમન રાઇટ્સના આધારે નિર્ણય લેવામાં આવશે. આ બોર્ડનો હેતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી ગંદકી (અશ્લીલ કે વિવાદિત પૉસ્ટ)ને હટાવીને એક સાફ-સ્પષ્ટ માહોલ બનાવવાનો છે. આ બોર્ડ બન્ને પ્લેટફોર્મ પર રહેલી પૉસ્ટ કે કન્ટેન્ટને જોડી લેશે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેવી કન્ટેન્ટ રહેશે કે કેઇ કન્ટેન્ટને હટાવવી છે, આનો નિર્ણય પણ આ ઓવર સાઇટબોર્ડ કરશે. આ બોર્ડ ફ્રિડમ ઓફ એક્સપ્રેશન અને હ્યૂમન રાઇટ્સના આધારે નિર્ણયો લેશે. સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ, પૉસ્ટ, કોઇપણ પ્રૉફાઇલની સાથે સાથે એડ પર પણ આ બોર્ડ પોતાની નજર રાખશે.
આ ઓવરસાઇટ બોર્ડમાં 20 ખાસ લોકોને નિયુક્ત કરવામાં આવશે. જે એવા કેસોને નિપટાવશે જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થતા હોય. બોર્ડની પાસે વધુમા વધુ 90 દિવસનો સમય હશે. જોકે બોર્ડ પોતાનો નિર્ણય પણ લઇ શકશે, પણ આ બોર્ડ સરકારની કોઇપણ પોલીસને નજરઅંદાજ નહીં કરી શકે. હાલ આ બોર્ડ ફેસબુક અને ઇન્ટાગ્રામ માટે જ કામ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement