16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ અંગે Metaનો નવો નિયમ, હવે બાળકો નહીં કરી શકે આ કામ, માતાપિતા પાસે રહેશે સંપૂર્ણ કંટ્રોલ
Meta Teen Account: મેટાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેટલાક યુએસ કાયદા નિર્માતાઓ કિડ્સ ઓનલાઈન સેફ્ટી એક્ટ (KOSA) જેવા કાયદાઓ લાગુ કરવામાં ખૂબ સક્રિય છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને સોશિયલ મીડિયાના નુકસાનથી બચાવવાનો છે.

Meta Teen Account: મેટા પ્લેટફોર્મ્સે હવે ફેસબુક અને મેસેન્જર પર પણ 'ટીન એકાઉન્ટ્સ' સુવિધા લાગુ કરી છે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે મેટા પર લાંબા સમયથી આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે તે યુવા વપરાશકર્તાઓને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે કંઈ કરી રહ્યું નથી. આ સુવિધા સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ પર રજૂ કરવામાં આવી હતી અને હવે તેને અન્ય પ્લેટફોર્મ પર પણ લાગુ કરવામાં આવી રહી છે. આમાં સુધારેલ પ્રાઈવસી સેટિંગ્સ અને માતાપિતાના કંટ્રોલનો સમાવેશ થાય છે જેથી માતાપિતા તેમના બાળકોની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ પર નજર રાખી શકે.
તે શા માટે જરૂરી છે?
મેટાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેટલાક યુએસ કાયદા નિર્માતાઓ કિડ્સ ઓનલાઈન સેફ્ટી એક્ટ (KOSA) જેવા કાયદાઓ લાગુ કરવામાં ખૂબ સક્રિય છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને સોશિયલ મીડિયાના નુકસાનથી બચાવવાનો છે. મેટાની સાથે, ટિકટોક (બાઈટડાન્સ) અને યુટ્યુબ (ગુગલ) જેવી કંપનીઓ પણ સોશિયલ મીડિયાના વ્યસન અંગે બાળકો અને શાળાઓ તરફથી સેંકડો મુકદ્દમાઓનો સામનો કરી રહી છે.
માહિતી અનુસાર, 2023 માં, કેલિફોર્નિયા અને ન્યુ યોર્ક સહિત 33 યુએસ રાજ્યોએ મેટા પર દાવો કર્યો હતો કે તે તેના પ્લેટફોર્મના ખતરનાક સ્વભાવ વિશે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
મેટાએ શું કહ્યું
મેટાએ કહ્યું છે કે હવે 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સને પણ લાઈવ થવા માટે માતાપિતાની પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત, જો ડાયરેક્ટ મેસેજમાં કોઈ નગ્ન તસવીર જોવા મળશે તો કંપની તેને આપમેળે બ્લર કરી દેશે.
નિયમો થોડા મહિનામાં લાગુ કરવામાં આવશે
જુલાઈ 2024 માં, યુએસ સેનેટે KOSA અને ધ ચિલ્ડ્રન એન્ડ ટીન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ સહિત બે મહત્વપૂર્ણ બિલોને મંજૂરી આપી. બંને બિલ બાળકો અને કિશોરો પર તેમના પ્લેટફોર્મની અસર માટે સોશિયલ મીડિયા કંપનીઓને જવાબદાર ઠેરવે છે. જોકે રિપબ્લિકન-નેતૃત્વવાળા ગૃહે ગયા વર્ષે KOSA પર મતદાન કર્યું ન હતું, તાજેતરની સુનાવણીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ હજુ પણ બાળકોને ઓનલાઈન સુરક્ષિત રાખવા માટે નવા કાયદા લાવવાના પક્ષમાં છે. નોંધનિય છે કે, જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ તેના દુષ્પરિણામ પરિણામ પણ જોવા મળી રહ્યા છે. તેથી તેને નિવારવાના ઉપાયો પણ કરવા જરુરી છે.




















