(Source: ECI/ABP News/ABP Majha)
સાવધાનઃ જો તમે મોબાઇલ પર પૉર્ન જોતા હોય તો ચેતી જજો, આની રહે છે તમારા પર સતત નજર...........
ભારત સરકારના કાયદા અનુસાર, દેશમાં પૉર્ન બનાવવુ, આને કોઇ સાઇટ પર અપલૉડ કરવુ કે પછી કોઇ અન્ય માધ્યમોથી શેર કરવુ ગેરકાયદે છે
નવી દિલ્હીઃ ભારતમાં (India) એડલ્ટ કૉન્ટન્ટ બેન છે, પરંતુ આમ છતાં એડલ્ટ કન્ટેન્ટ ચોરી છુપીથી લોકો જોયા કરે છે. ભારતમાં તમામ ટેલિકૉમ કંપનીઓ (Telecom Companies) એ સરકારના આદેશ બાદ પોતાના નેટવર્ક પરથી પૉર્ન, ચાઇલ્ડ પોર્ન વગેરેને બેન કરી દીધા છે. સામાન્ય રીતે આવી કન્ટેન્ટ જોનારાને લાગે છે કે તે પ્રાઇવેટ મૉડમાં જુએ છે, આની કોઇને ખબર નહીં પડે. પરંતુ સચ્ચાઇ એ છે કે તમારી દરેક કન્ટેન્ટને ટ્રેક કરવામાં આવે છે, એટલે કે હજારો એઆઇ બૉટની નજર તમારા પર રહે છે. સમજો આ પૉર્ન જોવા પર તમારુ ટ્રેકિંગ કઇ રીતે થાય છે, અને આ ટ્રેકિંગ (Tracking)થી શું શું થાય છે નુકસાન ?
Browsing History થાય છે Track -
જ્યારે પણ યૂઝર્સ આ રીતની કોઇ કન્ટેન્ટને જુએ છે, તો આની જાણકારી સૌથી પહેલા મોબાઇલ સર્વિસ ઓપરેટરને મળી જાય છે. આ પછી યૂઝરના ફોનમાં પડેલી એપ્સ, તે દરમિયાન યૂઝર પર ગુપ્ત એજન્સીની જેમ બાઝ નજર રાખે છે, એટલે કે એમ જ કહો કે તમામ બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ટ્રેક કરવામાં આવે છે. હવે બ્રાઉઝિંગ પેટર્નના હિસાબથી યૂઝરનુ ટ્રેકિંગ થાય છે. ટ્રેકિંગના સમયે યૂઝરને સોશ્યલ મીડિયા પર પ્રૉફાઇલને પણ શોધીને તપાસ કરવામાં આવે છે.
બતાવવામાં આવે છે એડ -
ટ્રેકિંગના સમયે યૂઝરની તમામ જાણકારી હાંસલ કરી લેવામાં આવે છે. એ નક્કી કરવામાં આવે છે કે યૂઝરને કઇ એડ બતાવવામાં આવે, જો યૂઝર પૉર્નની લત વાળો હોય તો તેને તેનાં સંબંધિત એડ બતાવવામા આવે છે.
Pad Service વાળાઓ પર પહેલી નજર -
કેટલાક લોકો એવા છે, જે પૉર્ન જેવા માટે પેડ સર્વિસ લે છે, પેડ સર્વિસ લેનારા લોકોને પહેલા નિશાન બનાવવામાં આવે છે. આવા લોકો પાસેથી સર્વિસ આપતી વખતે જ બેન્ક એકાઉન્ટની ડિટેલ લઇ લેવામાં આવે છે. ધ્યાન રહે, જો તમે પણ આવુ કરો છો, તો તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો દુરપયોગ પણ થઇ શકે છે.
પૉર્ન જોવુ પડી શકે છે ભારે -
જે યૂઝર પૉર્ન સાઇટ પર વિઝીટ કરે છે, કે પછી તેના સંબંધિત બીજી કોઇ ફાઇલ ડાઉનલૉડ કરો છો, તો તેના ફોનમાં માલવેયરને નાંખવાનો પુરેપુરો ખતરો છે. આ માલવેયર દ્વારા યૂઝરનો ડેટા ચોરીને તેની પ્રાઇવેટ તસવીરોને સાર્વજનિક કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ પણ કરવામાં આવી શકે છે.
Indian Government ફોન નિર્ણય -
ભારત સરકારના કાયદા અનુસાર, દેશમાં પૉર્ન બનાવવુ, આને કોઇ સાઇટ પર અપલૉડ કરવુ કે પછી કોઇ અન્ય માધ્યમોથી શેર કરવુ ગેરકાયદે છે. ચાઇલ્ડ પૉર્નોગ્રાફી માટે સખત કાયદા પણ છે. હવે વાત થોડા આંકડાઓની, તમે ચોંકી જશો કે 2018ની Kaspersky Lab ના રિપોર્ટ અનુસાર, લગભગ 12 લાખ એન્ડ્રોઇડ યૂઝર્સ પૉર્ન જોવાના કારણે માલવેયરનો શિકાર બન્યા હતા.