શોધખોળ કરો
Advertisement
PUBG લવર્સ માટે સારા સમાચાર, હટી શકે છે પ્રતિબંધ, જાણો વિગત
પબજીની ભારતમાં ફરી વાપસી થઈ શકે છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચીનની કંપની Tencent Games પાસેથી ભારતમાં ગેમ પબ્લિશ કરવાના રાઈટ્સ પરત લઈ લેવામાં આવ્યા છે
નવી દિલ્હી: ભારત સરકારે તાજેતરમાંજ PUBG Mobile સહિત 118 ગેમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ લગાવ્યા બાદ પબજી યૂઝર્સમાં નિરાશા હતી. આ ગેમને લઈ ભારતના ખૂબજ ક્રેઝ જોવા મળ્યો હતો. ત્યારે હવે પબજી લવર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. પબજીની ભારતમાં ફરી વાપસી થઈ શકે છે.
આ રીતે થઈ શકે છે PUBGની વાપસી
ભારતમાં પબજી પરના પ્રતિબંધ બાદ PUBG Corp. કંપની તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની કંપની Tencent Games પાસેથી ભારતમાં ગેમ પબ્લિશ કરવાના રાઈટ્સ પરત લઈ લેવામાં આવ્યા છે. જેના બાદ કંપની ભારતમાં ગેમ ઓફર કરી શકશે નહીં. PUBG Corp. દક્ષિણ કોરિયન કંપની છે, જે ભારતમાં ડાયરેક્ટ આ ગેમ આપી શકે છે. જેના હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતમાં પબજી રમવાનું મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે યૂઝર્સની સાથે સાથે દેશની સુરક્ષાને ખતરો ગણાવતા 118 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સમાં અનેક મોટી મોટી એપ્સ સામેલ છે. ભારતમાં પોપ્યૂલર થયેલી લૂડો અને કેરમ જેવી ગેમ્સ પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion