Technology: હવે તમે ઊંડા પાણીમાં પણ ફોટો અને વીડિયો કેપ્ચર કરી શકશો, આ દિવસે લોન્ચ થશે Realmeનો આકર્ષક ફોન
Realme GT 7 Pro ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે, તેમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ, 50MP કેમેરા, અંડરવોટર ફોટોગ્રાફી મોડ અને 120W ફાસ્ટ ચાર્જિંગ જેવી શાનદાર સુવિધાઓ હશે.
Technology: Realme GT 7 Pro ભારતમાં 26 નવેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોન ચીનમાં લૉન્ચ થઈ ચૂક્યો છે અને ભારતીય વેરિઅન્ટ વિશે પણ ઘણી માહિતી સામે આવી છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Elite ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લેટેસ્ટ ચિપસેટ છે. શાનદાર ડિઝાઇનની સાથે તેમાં ઘણા AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
Realme GT 7 Proનું કેમેરા સેટઅપ
Realme GT 7 Proનું કેમેરા સેટઅપ એકદમ ખાસ છે. તેમાં 50MP સોની IMX882 ટેલિફોટો લેન્સ હશે જે 3x ઓપ્ટિકલ ઝૂમ અને 120x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરશે. આ ઉપરાંત, તેમાં 50MP સોની IMX906 પ્રાઇમરી કેમેરા અને 8MP વાઇડ-એંગલ લેન્સ પણ હશે.
ખાસ વાત એ છે કે તેમાં અંડરવોટર ફોટોગ્રાફી મોડ પણ છે, જે યુઝરને કેસ વગર પાણીમાં ફોટો લેવાની સુવિદા આપશે. કંપનીનો દાવો છે કે તેના IP69 રેટેડ બિલ્ડને કારણે તે 2 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી કાર્યરત રહી શકે છે.
ફોનના ખાસ ફીચર્સ
આ સિવાય, Realme GT 7 Proમાં સોનિક વોટર-ડ્રેનિંગ સ્પીકર હશે, જે ફોનના સ્પીકરમાં પાણીનો કોઈ અવશેષ છોડશે નહીં. તેમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે, જે પાણીમાં પણ કામ કરશે. ફોનના કેમેરામાં AI સ્નેપ મોડ હશે, જે 1/10266 સેકન્ડની શટર સ્પીડ સાથે 30 ઇમેજ પ્રતિ સેકન્ડની ઝડપે ફોટા કેપ્ચર કરી શકે છે, જેથી હાઇ-સ્પીડ મૂવિંગ ઑબ્જેક્ટ પણ સાફ અને સ્પષ્ટ રીતે કૅપ્ચર કરી શકાય.
આ સ્માર્ટફોનની અન્ય વિશિષ્ટતાઓમાં 6.78-ઇંચ LTPO Eco OLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 6000 nits સુધીની પીક બ્રાઇટનેસનો સમાવેશ થાય છે. આ સિવાય 6500mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવશે. Realme GT 7 Pro ભારતીય બજારમાં પ્રીમિયમ સ્માર્ટફોન તરીકે પ્રવેશ કરશે, જે શક્તિશાળી પ્રદર્શન, શાનદાર કેમેરા અને અન્ય સુવિધાઓ સાથે વપરાશકર્તાઓને આકર્ષિત કરશે.
Realme GT 7 Pro, Snapdragon 8 Elite SoC ચિપસેટ હશે, જેમાં 4.32GHz ની ટોપ ક્લોક સ્પીડવાશો Qualcomm ના કસ્ટમ Orion Core CPUનો સમાવેશ થાય છે. તે 12GB LPDDR5X રેમ અને 512GB UFS 4.0 સ્ટોરેજ સાથે આવશે. 6,500 mAh બેટરી 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ચીનમાં તેની કિંમત CNY 3,999 (અંદાજે રૂ 47,100) હશે અને તે ત્રણ રંગોમાં ઓફર કરવામાં આવશે.
આ પણ વાંચો...