Redmi નો મોટો ધમાકો, લોન્ચ કર્યો 16GB રેમ અને 6,550mAhની દમદાર બેટરીવાળો ફોન
Redmiએ વધુ એક પાવરફુલ સ્માર્ટફોન ટર્બો 4 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન 6,550mAh પાવરફુલ બેટરી, MediaTel Dimensity 8400 Ultra ચિપસેટ, IP69 રેટિંગ જેવી મજબૂત ફિચર્સ સાથે આવે છે.

Redmiએ વધુ એક પાવરફુલ સ્માર્ટફોન ટર્બો 4 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન 6,550mAh પાવરફુલ બેટરી, MediaTel Dimensity 8400 Ultra ચિપસેટ, IP69 રેટિંગ જેવી મજબૂત ફિચર્સ સાથે આવે છે. Xiaomiએ આ સ્માર્ટફોનમાં ફ્લેગશિપ લેવલ ફીચર્સ આપ્યા છે. કંપનીનો દાવો છે કે આ Redmi બ્રાન્ડનો અત્યાર સુધીનો સૌથી મજબૂત સ્માર્ટફોન છે. તેને 16GB રેમ અને 512GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
Redmi Turbo 4 કિંમત
Redmiનો આ શાનદાર ફોન ચાર સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે - 12GB RAM + 256GB, 16GB RAM + 256GB, 12GB RAM + 512GB અને 16GB RAM + 512GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત CNY 1,999 એટલે કે અંદાજે રૂ. 23,500 છે. તેનું ટોચનું વેરિઅન્ટ CNY 2,499 એટલે કે આશરે રૂ. 29,400 છે. આ ફોનને ત્રણ રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે - Lucky Cloud White, Shadow Black અને Shallow Sea Blue. ચીનમાં લોન્ચ થયેલો આ ફોન ભારતમાં POCO X7 Pro તરીકે આવશે.
Redmi Turbo 4 ના ફીચર્સ
આ Redmi સ્માર્ટફોનમાં 6.67 ઇંચ 1.5K OLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1,220 x 2,712 પિક્સેલ્સ છે અને તે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. આ ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઈટનેસ 3,200 નિટ્સ સુધીની છે અને તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7iનું પ્રોટેક્શન હશે. વધુમાં, તે ડોલ્બી વિઝન અને HDR10+ ને પણ સપોર્ટ કરે છે.
Redmi Turbo 4 માં MediaTek Dimensity 8400 Ultra પ્રોસેસર છે. તેમાં 16GB LPDDR5x RAM અને 512GB UFS 4.0 માટે સપોર્ટ છે. Redmiનો આ ફોન Android 15 પર આધારિત HyperOS 2.0 સાથે આવે છે.
આ ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 50MP મુખ્ય OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચર છે. આ સિવાય ફોનમાં 8MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા હશે. આ Redmi ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 20MP કેમેરા છે.
આ સ્માર્ટફોન 6,550mAh કાર્બન સિલિકોન બેટરી સાથે આવે છે. ફોનમાં 90W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચર છે. ફોન ડ્યુઅલ બેન્ડ Wi-Fi, 5G, 4G જેવી કનેક્ટિવિટી સુવિધાઓને સપોર્ટ કરશે. તેમાં IP66, IP68, IP69 રેટિંગ વોટર અને ડસ્ટ પ્રૂફ ફીચર હશે.
BSNL બંધ કરી રહી છે પોતાની આ સર્વિસ, લાખો ગ્રાહકો પર થશે અસર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
