Vivo X80 Lite જલદી થશે લૉન્ચ, લીક્સથી સામે આવ્યા ધાંસૂ ફિચર્સ અને કિંમત........
Vivo X80 Lite ફોનમાં Vivo S15 Pro ની જેમ 6.56 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. Vivo X80 Lite ફોનની ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરી શકે છે.
Vivo X80 Lite: વીવો (Vivo) જલદી એક મિડ રેન્જ બજેટ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. આ ફોનનુ નામ Vivo X80 Lite હોઇ શકે છે. કંપનીનો આ અપકમિંગ ફોન થોડાક મહિના પહેલા જ લૉન્ચ થયેલા Vivo S15 Proનુ રિબ્રાન્ડ વર્ઝન હોઇ શકે છે. આ ફોનને લૉન્ચ પહેલા મૉડલ નંબર V2208ની સાથે ગૂગલ સપોર્ટ ડિવાઇસ લિસ્ટમમાં સ્પૉટ કરવામાં આવ્યો છે. સાથે જ આને GCF ઓથોરિટીની વેબસાઇટ પર પણ સ્પૉટ કરવામાં આવ્યો છે. જોકે, Vivo ના આ અપકમિંગ ફોનની કોઇપણ સ્પેશિફિકેશન્સ હજુ સુધી રિવીલ નથી, પરંતુ લીક્સ અનુસાર આની કેટલીક સ્પેશિફિકેશન્સ (Vivo X80 Lite Specifications) સામે આવી ચૂકી છે.
Vivo X80 Lite Display -
Vivo X80 Lite ફોનમાં Vivo S15 Pro ની જેમ 6.56 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. Vivo X80 Lite ફોનની ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરી શકે છે. આમાં FHD+ રિઝૉલ્યૂશનનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે, ફોનની ડિસ્પ્લેનુ રિઝૉલ્યૂશન 1080*2376 પિક્સલ મળી શકે છે, જ્યારે સ્ક્રીનની પીક બાઇટનેસ 1500 નીટ્સ આપાવામાં આવી શકે છે.
Vivo X80 Lite ની સ્પેશિફિકેશન્સ -
વીવોના Vivo X80 Lite ફોનને 8GB/12GB RAM ની સાથે 256GB ઇન્ટરનલ સ્ટૉરેજમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
ફોનમાં 4,500mAhની બેટરી આપવામાં આવી શકે છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે.
સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8100 ચિપસેટ મળી શકે છે.
Vivo X80 Lite સ્માર્ટફોન Android 12 પર બેઝ્ડ FunTouch OS13 પર કામ કરી શકે છે.
ફોનના કેમેરાની વાત કરીએ તો આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. ફોનમાં 50MP નો પ્રાઇમરી, 12MP નો અલ્ટ્રા વાઇડ અને 2MP નુ ડેપ્શ સે
સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે Vivo X80 Lite ફોનમાં 32MPને કોમેરે મળી શકે છે.
Vivo X80 Lite Price -
Vivo X80 Liteને 40 હજાર રૂપિયાથી 45 હજાર રૂપિયાની પ્રાઇસ રેન્જમાં લૉન્ચ કરવામાં આવે એવુ અનુમાન છે. આ પ્રાઇસ રેન્જમાં ભારતમાં મળનારા OnePlus Nord 2T, OPPO Reno 8 જેવા ફોન સાથે આની ટક્કર થઇ શકે છે.
આ પણ વાંચો.......
India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ
નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ
School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત
Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો