School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત
School Closed: શિક્ષક કર્મચારીઓને તે દિવસે શાળાઓમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે કારણ કે રજા ફક્ત વિદ્યાર્થીઓને જ લાગુ પડે છે.
School Closed: રાજસ્થાનના જાલોર જિલ્લામાં બુધવાર, 24 ઓગસ્ટ, જિલ્લામાં અવિરત ભારે વરસાદને પગલે તમામ શાળાઓ બંધ રહેશે. શિક્ષક કર્મચારીઓને તે દિવસે શાળાઓમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે કારણ કે રજા ફક્ત વિદ્યાર્થીઓને જ લાગુ પડે છે. દરમિયાન, બે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજસ્થાનના બુંદી અને કોટા જિલ્લામાં તમામ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે.
Rajasthan | All schools in Jalore district to remain closed tomorrow, 24th August in wake of incessant heavy rainfall in the district. Teaching staff requested to remain present in the schools on the day; holiday applicable to students. pic.twitter.com/QT2ylNiHJL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 23, 2022
આ ઉપરાંત મધ્યપ્રદેશના વિદિશામાં પણ સ્કૂલમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. વિદિશાના ડીએમ ઉમાશંકર ભાર્ગવે જાહેરાત કરી કે, જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની સ્થિતિને કારણે 24મી ઓગસ્ટે તમામ શાળાઓ બંધ રહેશે.
Madhya Pradesh | Due to incessant rainfall & flood situation in Vidisha district, all schools will be closed on August 24th, declared Vidisha DM Umashankar Bhargav
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 23, 2022
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. ગઈ કાલે મહેસાણા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી મોરબીમાં 5.4 બેચરાજી, રાધનપુર, વિસનગર અને ઇડર સવા ચાર ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આ સિવાય પાટણ, વિજાપુર, સરસ્વતી, અમીરગઢ, પોસિના, માણસા, જોટામા, સતલાસણા, ખેરાલુ, દાંત, વડનગર અને હિંમતનગરમાં 3 ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. શંખેશ્વર, સાંતલપુર, ઉંઝા, સિદ્ધપુર, પ્રાંતિજ, કડી, હારીજ, કલોલ, વિજયનગર, ભિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજમાં બે ઇંચથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
માંડલ, વાવ, વડાલી, તલોદ, મોડાસા, ખેડબ્રહ્મા, દાંતીવાડા, દસાડા, ચાણસ્મા, પાલનપુર, સંતરામપુર, લાખણી, વડગામ, લુણાવાડા, કડાણા, નડિયાદ, ભુજ, વઢવાણ, સામંદ, સમી, ભચાઉ, હળવદ, ડીસા, થરાદ, વિરપુર, ધનસરુરા, સંજેલી, ધાનેરા, અમદાવાદ શહેર અને ઝાલોદમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય દેહગામ, દેત્રોજ, જોડિયા, મુળી, રાપર, મહેમદાબાદ, ખાનપુર, બાલાસિનોર, મુંદ્રા, ખપડવંજ, મોરવા હડફ, લખપત, ગાંધીધામ, માતર, માલપુર, અંજાર, વિરમગાર, બાયડ, ફતેપુરા, ટંકારા, કપરાડા, બાવળા, લખતર, મહુધા, વસો અને કુકરમુડામાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો આ સિવાયના તાલુકામાં છુટોછવાયો વરસાદ ખાબક્યો હતો.
Education Loan Information:
Calculate Education Loan EMI