શોધખોળ કરો

Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજસ્થાન મોડલ અપનાવશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજસ્થાન મોડલ અપનાવશે. આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કેસમાં રાજસ્થાન મોડલ અપનાવવાનું વચન આપવામાં આવ્યું છે. રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. જાન્યુઆરી 2002 બાદ નોકરી પર લાગેલ કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

ખેતી માટે ખાસ અલગ બજેટની પણ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં જાહેરાત કરશે. રાજસ્થાનની જેમ જ ખેડૂતોને દિવસે વીજળી આપાવનું કોંગ્રેસ વચન આપશે. કૃષિ કનેક્શન પર પ્રતિ મહિને એક હજાર રૂપિયાની સબસિડીનું પણ કોંગ્રેસ વચન આપશે. 

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના CM અશોક ગેહલોતે જાહેરાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન સરકારનું આરોગ્ય મોડેલ લાગુ કરાશે. મુખ્યમંત્રી ચિરંજીવી યોજનાના તર્જ પર ગુજરાતમાં આરોગ્ય યોજના લાગુ કરાશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એટલે જૂની પેન્શન યોજના ફરિ શરૂ કરાશે. અમે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતાર્યા છીએ. કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે કે, કોંગ્રેસ સિરિયસ નથી. આ વાત તદન ખોટી છે, રાહુલ ગાંધી ગઈ ચૂંટણીમાં 3 મહિના અહી રહ્યા હતા.

અમારો ચૂંટણી ઢંઢેરો લોકોના વિચારોને આધીન હશે. કેટલીક યોજનાઓ છે તેમાં અને ફેરફાર નહિ કરીએ, તે ચૂંટણી ઢંઢેરામાં હશે. સમગ્ર દેશમાં રાજસ્થાન સરકાર જેવી આરોગ્ય સેવાની યોજના ક્યાંય નથી. રાજસ્થાનની આરોગ્ય સેવાનું મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવા મે વડાપ્રધાન અને અમિત શાહને વિનંતી કરી છે. મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય યોજના. 

કોંગ્રેસની સરકાર આવતા ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવશે. ભાજપ સરકાર અમૃત મહોત્સવમાં આગાઉની સરકારને ભૂલી ગઈ છે. 75 વર્ષના દેશના મુસાફરોને યાદ નથી કરાયા. દેશના નેતાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં સ્વાસ્થ્ય સેવાનું મોડલ આખા દેશમાં લાગું કરવા તેમણે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને ભલામણ કરી હતી. રાજસ્થાનમાં 10 લાખનો સ્વાસ્થ્ય વીમો આપે છે. આ સિવાય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે. કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતમાં પેટ્રોલ - ડિઝલના ભાવ ઘટાડાશે. અશોક ગેહલોતે આપ્યા મહત્વના સંકેત. મોંઘવારી પર અંકુશ મેળવવા માટેની વાતમાં આપ્યા સંકેત. તેમણે કહ્યું કે, ધારાસભ્યોને તોડવાએ ભાજપનું મોડેલ છે. સરકાર બનાવ્યા પછી પણ ધારાસભ્યો તોડે છે. દેશના ઇતિહાસમાં ક્યારેય આવું થયું ન હતું.

રેવડી તો તલ ની હોય છે, આ કેવી રેવડી આવી ગઈ છે. વિશ્વમાં પણ સમાજ કલ્યાણ યોજના હોય છે, અમે પણ સમાજ કલ્યાણની વાત કરીશું. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે એ અંગે વધારે ના કહી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget