શોધખોળ કરો
Advertisement
પાવરફૂલ બેટરી અને કેમેરા સાથે સેમસંગે લૉન્ચ કર્યા બે બજેટ ફોન, જાણો કેટલી છે કિંમત ને શું છે ખાસ
આ બન્ને ફોનમાં કંપનીએ મોટી સ્ક્રીન, પાવર ફૂલ બેટરી સાથે બેસ્ટ ફિચર્સ એડ કર્યા છે. આ ફોન માર્કેટમાં ઓપ્પો, વીવો, રિયલમી અને શ્યાઓમી જેવી કંપનીઓના ફોનને જબરદસ્ત ટક્કર આપશે
નવી દિલ્હીઃ સેમસંગે માર્કેટમાં બે ધાંસૂ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A02S અને સેમસંગ ગેલેક્સી A12 લૉન્ચ કરી દીધા છે. બજેટ સેગમેન્ટના આ બન્ને ફોનમાં કંપનીએ હાઇ સ્પેશિફિકેશન આપ્યા છે. કંપનીએ સેમસંગ ગેલેક્સી એ12ને 179 યૂરો એટલે કે 15,800 રૂપિયામાં લૉન્ચ કર્યો છે, વળી સેમસંગ ગેલેક્સી એ02એસને 150 યુરો એટલે કે 13,300 રૂપિયામાં લૉન્ચ કર્યો છે.
આ બન્ને ફોનમાં કંપનીએ મોટી સ્ક્રીન, પાવર ફૂલ બેટરી સાથે બેસ્ટ ફિચર્સ એડ કર્યા છે. આ ફોન માર્કેટમાં ઓપ્પો, વીવો, રિયલમી અને શ્યાઓમી જેવી કંપનીઓના ફોનને જબરદસ્ત ટક્કર આપશે.
Samsung Galaxy A02Sની ખાસિયતો...
આ ફોનમાં 6.5 ઇંચની HD+ Infinity-V ડિસ્પ્લે છે. આને કંપનીએ 3GB RAM અને 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે લૉન્ચ કર્યો છે. આમાં Qualcomm SM4250 Snapdragon 450 પ્રૉસેસર અને 5000 mAhની બેટરી છે. ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી 13 મેગાપિક્સલનો અને 2-2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર અને મેક્રો લેન્સ છે.
Samsung Galaxy A12ની ખાસિયતો...
આ ફોનની ડિસ્પ્લે 6.5 ઇંચની છે, આ 3GB RAM 32GB સ્ટૉરેજ, RAM 64GB સ્ટૉરેજ અને 6GB RAM 128GB સ્ટૉરેજ સાથે આવે છે. આમાં ઓક્ટાકૉર પ્રૉસેસર અને 5000 mAhની બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને સાથે રિયરમાં 4 કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનુ, 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ, 2 એમપીનુ ડેપ્થ સેન્સર અને 2 એમપીનો મેક્રો લેન્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement