શોધખોળ કરો
Advertisement
Suzukiએ BS6 Access 125 અને BS6 Burgman Streetની કિંમતમાં કર્યો વધારો, આ છે નવી પ્રાઇસ....
કંપનીએ Access 125ની કિંમતમાં 1,700 રૂપિયા અને Burgman Streetની કિંમતમાં 1,800 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો બાદ સુઝુકી એક્સેસ 73,000 અને બર્ગમેન સ્ટ્રીટની કિંમત 79,700 રૂપિયા થઇ ગઇ છે
નવી દિલ્હીઃ કોરોનાની મહામારી અને લૉકડાઉન બાદ હવે સુઝુકી માર્કેટમાં પ્રાઇસ રાઇઝ સાથે આવી છે. સુઝુકી ઇન્ડિયાએ પોતાના બન્ને સ્કૂટર BS6 Access 125 અને BS6 Burgman Streetની કિંમતમાં વધારો કરી દીધો છે.
કંપનીએ Access 125ની કિંમતમાં 1,700 રૂપિયા અને Burgman Streetની કિંમતમાં 1,800 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો બાદ સુઝુકી એક્સેસ 73,000 અને બર્ગમેન સ્ટ્રીટની કિંમત 79,700 રૂપિયા થઇ ગઇ છે.
કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં આ સ્કૂટરના ભાવમાં કેટલીય વાર વધારો કર્યો છે. સુઝુકી 125 એક્સેસના બીએસ6 મૉડલને જાન્યુઆરીમાં લૉન્ચ કર્યુ હતુ. ત્યારે આની કિંમત 64,800 રૂપિયા રાખવામાં આવી હતી. વળી કંપનીએ માર્ચમાં આની કિંમતોમાં 2,300 રૂપિયાનો વધારો કરી દીધો હતો, અને હવે ફરીથી કંપનીએ આના ભાવ વધાર્યા છે.
આ ઉપરાંત બર્ગમેન સ્ટ્રીટ કંપનીએ આને બીએસ મૉડલની સાથે લૉન્ચ કરીને આના પર સાત હજાર રૂપિયા વધાર્યા હતા. હવે કંપનીએ એકવાર ફરીથી આની કિંમતમાં વધારો કર્યો છે. હવે આ સ્કૂટરની કિંમત 79,700 રૂપિયા થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement