શોધખોળ કરો
WhatsAppમાં જે ફિચરની સૌથી વધુ લોકો માંગ કરી રહ્યાં હતા, તે હવે આવી ગયુ, જાણો શું છે.......
બીટા વર્ઝન 2.19.297 પર નવા અપડેટમાં લાઇટ સ્પ્લેશ સ્ક્રીન ફિચર ઉપરાંત ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન ફિચર પણ આવી શકે છે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ હંમેશા સમયાંતર પોતાના યૂઝર્સને નવા નવા ફિચર આપતુ રહે છે, હવે આ લિસ્ટમાં એક નવુ ફિચર જોડાઇ ગયુ છે, આ ફિચર નવુ લાઇટ સ્પ્લેશ સ્ક્રીન ફિચર છે. કંપની એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ ફિચર બહુ જલ્દી રિલીઝ કરવાની તૈયારીમાં છે.
વૉટ્સએપનું આ નવુ લાઇટ સ્પ્લેશ સ્ક્રીન ફિચર એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.19.297 પર સ્પૉટ કરવામાં આવ્યુ છે. વૉટ્સએપના ફિચર અને અપડેટ્સને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfo અનુસાર જ્યારે યૂઝર પહેલીવાર વૉટ્સએપ ખોલશે ત્યારે આ લોગો વ્હાઇટ બેકગ્રાઉન્ડની સાથે દેખાશે.
બીટા વર્ઝન 2.19.297 પર નવા અપડેટમાં લાઇટ સ્પ્લેશ સ્ક્રીન ફિચર ઉપરાંત ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન ફિચર પણ આવી શકે છે. ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન ફિચર પણ બિલકુલ લાઇટ સ્પ્લેશ સ્ક્રીનની જેવુ દેખાય છે, બન્ને બેકગ્રાઉન્ડમાં બસ કલરનો જ અંતર છે, જ્યાં લાઇટ સ્પ્લેશ સ્ક્રીનમાં લોગો વ્હાઇટ તો ડાર્ક વર્ઝનમાં આ બ્લેક દેખાશે.
WABetaInfoએ એન્ડ્રોઇડના નવા બીટા અપડેટને ચેક કરીને એ જણાવ્યુ કે ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન ફિચર પર કામ ચાલી રહ્યુ છે, અને હજુ આ યૂઝર્સ માટે અવેલેબેલ નથી. રિપોર્ટ્સ અનુસાર ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન ડાર્ક મૉડ ડેવલપમેન્ટનો એક ભાગ છે, અને આને જલ્દી આવવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement