શોધખોળ કરો
Advertisement
Xiaomiએ ભારતમાં એક અઠવાડિયામાં વેચી માર્યા આટલા બધા સ્માર્ટફોન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો
શ્યાઓમીએ આજકાલ ચાલી રહેલા ફેસ્ટિલ સેલ દરમિયાન અઠવાડિયાની અંદર 50 લાખ સ્માર્ટફોન વેચી દીધા છે. આ વાતની જાણકારી શુક્રવારે ખુદ કંપનીએ આપી
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમીએ ભારતમાં બમ્પર વેચાણ કર્યુ છે. શ્યાઓમીએ આજકાલ ચાલી રહેલા ફેસ્ટિલ સેલ દરમિયાન અઠવાડિયાની અંદર 50 લાખ સ્માર્ટફોન વેચી દીધા છે. આ વાતની જાણકારી શુક્રવારે ખુદ કંપનીએ આપી. ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને અમેઝોને પોતાની પહેલી ફેસ્ટિવ સેલ 16 ઓક્ટોબરથી શરૂ કરી હતી, આમાં ફ્લિપકાર્ટના સેલની 21 ઓક્ટોબરે પુરી થઇ ગઇ હતી.
MIએ દેશભરતમાં ફોન પહોંચાડ્યા
એમઆઇ ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે દેશભરમાં તેના યૂઝર્સ અમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરાંત 15000થી વધુ રિટેલ શૉપ્સમાંથી પણ તેના ફોન ખરીદી શકતા હતા, જ્યારે તે દિવસો દરમિયાન કંપની ઉપરાંત એમઆઇ ડૉય કૉમે દેશના 17000 પિનકૉડ સુધી લોકોને ફોન પહોંચાડવામાં મદદ કરી હતી.
'50 લાખ ગ્રાહકોએ ખરીદ્યા ફોન'
એમઆઇ ઇન્ડિયાના મુખ્ય કારોબારી અધિકારી રઘુ રેડ્ડીએ કહ્યું ‘‘50 લાખ ગ્રાહકોએ અમારી પ્રૉડક્ટ પર વિશ્વાસ રાખ્યો, તે અમારી એક ઉપલબ્ધિ છે. જ્યાં સુધી અમને ખબર છે, ત્યાં સુધી આ પહેલા કોઇપણ બ્રાન્ડે આવો કિર્તિમાન સ્થાપિત નથી કર્યો. અમે યોગ્ય કિંમત પર સારી ક્વૉલિટી વાળી પ્રૉડક્ટ લોકોને આપવાનુ ચાલુ રાખીશુ.
આ કંપનીઓને પાછળ પાડી
આ સેલમાં વેચાણના મામલે કંપનીએ વનપ્લસ, સેમસંગ, વીવો, ઓપ્પો જેવી કંપનીઓએ પાછળ પાડી દીધી છે. કંપનીનુ કહેવુ છે કે, આગળ પણ આવી જ પ્રૉડક્ટ્સની સાથે વેચાણનો આ રેકોર્ડ ચાલુ રાખીશુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion