(Source: ECI/ABP News/ABP Majha)
Google Account Tips: કોઇ અન્ય વ્યક્તિ તો તમારુ ગૂગલ એકાઉન્ટ યુઝ કરી રહ્યું નથી ને, આવી કરો ચેક
તમારું એકાઉન્ટ અનનોન ડિવાઇસમાં ઓપન છે તો કોઇ અન્ય વ્યક્તિ તેને એક્સેસ કરી શકે છે
Google Account Tips: Android સ્માર્ટફોનમાં સૌથી મેઇન Google એકાઉન્ટ હોય છે. તેની મદદથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આપણી લગભગ બધી વસ્તુઓ ગૂગલ એકાઉન્ટમાં સેવ છે. શું તમે ક્યારેય તપાસ કરી છે કે તમારું Google એકાઉન્ટ કોઇ અન્ય જગ્યાએ તો ઓપન નથી ને ? જો નહીં, તો આજે અમે તમને તે રીત જણાવીશું જેનાથી તમે અનનોન એક્સેસને દૂર કરી શકો છો. જો તમારું એકાઉન્ટ અનનોન ડિવાઇસમાં ઓપન છે તો કોઇ અન્ય વ્યક્તિ તેને એક્સેસ કરી શકે છે અને સેન્સેટિવ જાણકારી મેળવી શકે છે.
આ રીતે કરો ચેક
તમારા એન્ડ્રોઇડ ફોન પર સેટિંગ્સ ઓપ્શનમાં દઇને ગૂગલ પર ક્લિક કરો.
અહીં મેનેજ માય એકાઉન્ટ પર ક્લિક કરો અને જ્યાં સુધી તમને પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટોન ઓપ્શન જોવા ના મળે ત્યાં સુધી સ્ક્રોલ કરો
તેના પર ક્લિક કરો અને Your device ઓપ્શનમાં ક્લિક કરો અને મેનેજ ડિવાઇસમાં ટેપ કરો
અહી તમને તમામ ડિવાઇસ જોવા મળશે. અહી તમને કોઇ અનનોન ડિવાઇસ જોવા મળે તો તેને તરત જ હટાવી દો.
નોંધનીય છે કે જો કોઇ અનનોન ડિવાઇસ તમારા લિસ્ટમાં જોવા મળે છે કો તમારું એકાઉન્ટ લોગઆઉટ કર્યા બાદ પાસવર્ડ પણ બદલી દો. જો તમે પાસવર્ડ નહી બદલો તો તમારુ એકાઉન્ટને ફરીથી ઓપન કરી શકાય છે. તમારા એકાઉન્ટને હંમેશા સાર્વજનિક કમ્પ્યુટર પર લોગઆઉટ કરો કારણ કે અહીંથી માહિતી લીક થવાનું જોખમ વધારે છે.
એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે આ વસ્તુઓ કરો
તમારા એકાઉન્ટ પર સિક્યોરિટીના એડિશનલ લેયર લગાવવા માટે 2FA ચાલુ રાખો. તેને ઓન કરવા માટે તમારે ઉપર દર્શાવેલ પગલાંને અનુસરવું પડશે. આ ઓપ્શન પણ સિક્યોરિટટી એન્ડ પ્રાઇવેસીમાં મળશે. 2FA ઓન રાખીને જ્યારે પણ તમે બીજા ડિવાઇસ પર તમારુ એકાઉન્ટ લોગિન કરશો તો ત્યારે તે તમને પાસવર્ડ સિવાય બીજી પરવાનગી માટે પૂછશે. આ માટે તમારા પ્રાઇમરી ડિવાઇસ પર નોટિફિકેશન અથવા મેસેજ આવશે. જો તમ નથી ઇચ્છતા કે દર વખતે તમારી પાસે 2FA પાસવર્ડ માંગવામાં આવે તો તમે ડિવાઇસને Trustedના રૂપમાં પસંદગી કરી લો. આ ટ્રસ્ટેડ ડિવાઇસ પર 2FA જરૂરી નથી.