શોધખોળ કરો

ગૂગલની મોટી ચેતવણી! ટૉપ અધિકારીઓને હેકર્સે આપી ખંડણીની ધમકી, જાણો શું છે સમગ્ર કેસ?

ગૂગલના મતે હેકર્સ ઇમેઇલ દ્ધારા કંપનીના ટોચના અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

Google Alert: ટેકનોલોજીની દુનિયા ફરી એકવાર એક મોટા ખતરાનો સામનો કરી રહી છે. આલ્ફાબેટ ઇન્ક.ની કંપની ગૂગલે ચેતવણી આપી છે કે હેકર્સ વિવિધ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. આ અધિકારીઓને એવા ઇમેઇલ મળી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે Oracle E-Business Suiteમાંથી સંવેદનશીલ ડેટા ચોરી લીધો છે અને ધમકી મળી રહી છે કે જો ખંડણી ચૂકવવામાં નહીં આવે તો આ ડેટા જાહેર કરવામાં આવશે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ ઇમેઇલ્સ કુખ્યાત Clop રેન્સમવેર ગ્રુપ સાથે સંકળાયેલા છે, જેણે અગાઉ મોટા સાયબર હુમલાઓ કર્યા છે.

ધમકીભર્યો હુમલો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે?

ગૂગલના મતે હેકર્સ ઇમેઇલ દ્ધારા કંપનીના ટોચના અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે તેમની પાસે નાણાકીય અને ઓપરેશનલ ડેટા છે. જોકે, ગૂગલે સ્પષ્ટતા કરી છે કે આજ સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે કોઈ ડેટા ખરેખર ચોરી થયો છે. એવું માનવામાં આવે છે કે આ ફક્ત કંપનીઓને ડરાવીને પૈસા પડાવવાનું કાવતરું છે. ગૂગલે હજુ સુધી કેટલી કંપનીઓ અથવા કયા અધિકારીઓને આવા ઇમેઇલ મળ્યા છે તેની માહિતી શેર કરી નથી.

આ ધમકી શા માટે ગંભીર છે?

વિશ્વભરની મોટી કંપનીઓ Oracle E-Business Suiteનો  ઉપયોગ કરે છે, જે તેમના મહત્વપૂર્ણ નાણાકીય અને ઓપરેશનલ ડેટાને સંગ્રહિત કરે છે. જો આ ડેટા ખરેખર લીક થાય અથવા લીકના સમાચાર ફેલાય તો કંપનીઓને નોંધપાત્ર નાણાકીય નુકસાન થઈ શકે છે અને તેમની બ્રાન્ડ વેલ્યુ પર ઊંડી અસર પડી શકે છે.

નિષ્ણાતો કહે છે કે હેકર્સ પાસે ઘણીવાર કોઈ વાસ્તવિક ડેટા હોતો નથી. તેઓ ફક્ત ધમકીઓ દ્વારા કંપનીઓ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ઘણી કંપનીઓ તેમની પ્રતિષ્ઠાને બચાવવા માટે ખંડણી ચૂકવે છે, જે આ સાયબર ગુનેગારોને વધુ પ્રોત્સાહન આપે છે.

બચવાની રીતો

ગૂગલ અને સાયબર સુરક્ષા નિષ્ણાતો માને છે કે કંપનીઓએ તાત્કાલિક સતર્ક રહેવાની જરૂર છે.

કર્મચારીઓને ફિશિંગ અને સ્પામ ઇમેઇલ્સ ઓળખવાનું શીખવવું જોઈએ.

નેટવર્ક સુરક્ષા અને ડેટા એન્ક્રિપ્શનનું નિયમિત ઓડિટ થવું જોઈએ.

આવા સાયબર હુમલાઓને રોકવા માટે સંસ્થામાં બહુ-સ્તરીય સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવા જોઈએ.

આ સમગ્ર મામલો દર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે ફક્ત ડેટા ચોરી રહ્યા નથી પરંતુ કંપનીઓને તેના નામે બ્લેકમેઇલ કરીને મોટી માત્રામાં પૈસા પડાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે

IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?

Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા

ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી

Embed widget