ડબલ થઇ જશે ઇન્ટરનેટ સ્પીડ, બસ ફોનમાં આ રીતે વાપરો SIM કાર્ડ, જાણો આસાન ટ્રિક્સ વિશે..........
તમે સિમ કાર્ડમાં એક સામાન્ય ફેરફાર કરીને સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સ્પીડ વધારી શકો છો,
નવી દિલ્હીઃ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ચલાવનારા મોટાભાગના યૂઝર્સ ધીમી ડેટા સ્પીડથી કંટાળતા હોય છે. ઘણીવાર તો ઇન્ટરનેટ એટલુ બધુ ધીમુ પડી જાય છે કે તમે વૉટ્સએપ પર કોઇને Hi સુધી નહીં મોકલી શકતા. આવા સમયે તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમે આવી સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો અહીં એક આસાન ટિપ્સ છે.
તમે સિમ કાર્ડમાં એક સામાન્ય ફેરફાર કરીને સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સ્પીડ વધારી શકો છો, પછી આ સ્પીડ લગભગ બેગણી (increase internet speed in mobile) કરી શકો છો. આ ટ્રિક એકદમ આસાન છે, આમાં બસ તમારે તમારા સિમ કાર્ડ (Sim Card)ની અદલાબદલી કરવી પડશે.
કઇ રીતે કામ કરશે આ ટ્રિક-
તમે જોયુ હશે કે ઘણાબધા લોકો એક જ ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, અને મોટાભાગના સ્માર્ટફોન પણ બે સિમ ટ્રે સાથે આવે છે. જોકે સિમ નાંખતી વખતે આપણે એ વાતનુ ધ્યાન નથી રાખતા કે કયુ સિમ કઇ સિમ ટ્રે (Sim Tray)માં નાંખવુ જોઇએ. જો તમે તમારા કૉલિંગ વાળા સિમને સિમ ટ્રે વન (Sim 1)માં રાખો છો, અને ઇન્ટરનેટ વાળા સિમને સિમ ટ્રે 2 (Sim 2)માં રાખો છો, તો સંભાવના છે કે તમને ઇન્ટરનેટની સ્પીડ સ્લૉ જ મળશે.
શું છે ઉપાય-
ખરેખરમાં યૂઝર્સને સલાહ આપવામાં આવે છે કે તે પોતાના ઇન્ટરનેટ સિમને સ્માર્ટફોન સિમ ટ્રે 1 માં રાખે, જ્યારે કૉલિંગ વાળા સિમને બીજી ટ્રેમાં રાખી શકો છો. મોટાભાગના ફોન એ રીતે બનાવવામાં આવ્યા છે કે તેનુ સિમ 1 સારી ઇન્ટરનેટ સ્પીડ (4G LTE) સપોર્ટ કરે. આ રીતે તમે તમારા ફોનમાં સારી ઇન્ટરનેટ સ્પીડ મેળવી શકો છો.
આ પણ વાંચો...........
Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર
આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ
WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત
Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર