![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું તમને ખબર છે તમારા આઈડી પર કેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ્ છે, જાણો શું છે પ્રોસેસ
હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલી આ પોર્ટલની સુવિધા માત્ર થોડા સર્કલ માટે જ બહાર પાડવામાં આવી છે.
![શું તમને ખબર છે તમારા આઈડી પર કેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ્ છે, જાણો શું છે પ્રોસેસ how to know the list of mobile number registered on your id શું તમને ખબર છે તમારા આઈડી પર કેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ્ છે, જાણો શું છે પ્રોસેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/02/07075837/2-supreme-court-tells-centre-setup-a-method-to-verify-pre-paid-mobile-users.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતમાં ઘણા એવા લોકો છે જેઓ તેમના નામે એક કરતાં વધારે સિમ લે છે અને તેનો ઉપયોગ કરે છે. અત્યારે ભારતમાં વ્યક્તિ એક સમયે 9 જેટલા સિમ કાર્ડ અથવા મોબાઈલ નંબર પોતાના નામે રાખી શકે છે. અગાઉ, વિવિધ કંપનીઓ દ્વારા આપવામાં આવતી રિચાર્જ ઓફર અને લાલચને કારણે લોકો દર વખતે નવું સિમકાર્ડ લેતા હતા. આને કારણે ઘણા સિમ કાર્ડ થઈ જતા અને જૂના નંબર અથવા સિમ કાર્ડ બંધ થઈ જતા. પરંતુ શું તમે જાણો છો કે જો તમારા આઈડી પર 9થી વધુ સિમકાર્ડ નોંધાયેલા છે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.
આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે જાણી શકો છો કે તમારા આઈડી પર કેટલા નંબર અથવા સિમ નોંધાયેલા છે અને તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
ટેલિકોમ વિભાગે પોર્ટલ બહાર પાડ્યું
ભારતીય ટેલિકોમ વિભાગે ડોમેન tafcop.dgtelecom.gov.in પરથી પોર્ટન લોન્ચ કર્યું છે. દેશભરમાં હાલમાં કાર્યરત તમામ સિમકાર્ડનો ડેટાબેઝ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ પોર્ટલ પર નોંધવામાં આવ્યો છે. સરકારે આની મદદથી લોકોને સ્પામ અને છેતરપિંડીથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. જો તમને લાગે કે તમારા નામે કોઈ અન્ય વ્યક્તિ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે, તો તમે તેના દ્વારા ફરિયાદ કરી શકો છો.
આ માટે, પહેલા તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર પર tafcop.dgtelecom.gov.in ખોલો. તે પછી તમારો મોબાઇલ નંબર દાખલ કરો. આ પછી તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો અને માન્ય કરો.
OTP દાખલ કર્યા પછી, તમારા ID માંથી સક્રિય થયેલા તમામ નંબરોની યાદી આવશે જે હાલમાં સક્રિય હશે. આ પછી તમે જે નંબર પર તમને શંકા કે ફરિયાદ હોય તે નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદ પછી સરકાર તે નંબરો તપાસશે.
હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલી આ પોર્ટલની સુવિધા માત્ર થોડા સર્કલ માટે જ બહાર પાડવામાં આવી છે. ટૂંક સમયમાં તમામ જગ્યાઓ માટે તેનો અમલ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે તમારી ફરિયાદ બાદ સરકાર તે નંબરની તપાસ કરશે અને તે નંબરને બ્લોક કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)