શોધખોળ કરો
Advertisement
કોરોના કોલર ટ્યૂનથી લોકો પરેશાન, કેવી રીતે બંધ કરવી ? Google પર સૌથી વધુ કરાયું સર્ચ
ગૂગલની રિપોર્ટમાં ઓગસ્ટ 2020માં સૌથી વધુ પૂછવામાં આવેલા ટોપ 5 સવાલમાં કોરોના કોલર ટ્યૂન કઈ રીતે હટાવવી તેને લઈને સવાલ પૂછવામાં આવ્યા છે. જેમાં જિયો નેટવર્ક પર કોલક ટ્યૂન હટાવવાને લઈને સૌથી વધુ સવાલ પૂછવામાં આવ્યો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ આ વર્ષના માર્ચ મહિનાથી સામે આવી રહ્યા હતા. એવામાં આ જીવલેણ વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે અનેક પગલા ઉઠાવ્યા છે. લોકોની જાગૃતતા માટે અનેક પ્રકારની જાહેરાતો આપવામાં આવી રહી છે. ત્યારે ફોનમાં કૉલર ટ્યૂન પણ કોરોના વાયરસને લઈને જાગૃતતા ફેલાવનારી સેટ કરવામાં આવી. જે ખૂબ ચર્ચામાં રહી છે. ગૂગલનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં આ કોરોના કોલર ટ્યૂન સૌથી વધુ ટ્રેન્ડમાં રહી.
વાસ્તવમાં જ્યારથી કોરોના વાયરસ દેશમાં આવ્યો છે ત્યારથી લોકો આ કોલર ટ્યૂન સાંભળી સાંભળીને પરેશાન થઈ રહ્યાં છે. લોકો ઈન્ટરનેટ પર આ કોલર ટ્યૂન કઈ રીતે હટાવવી તેને સૌથી વધુ સર્ચ કરી રહ્યાં છે. શરૂઆતમાં અનેક સોશિયલ પર મીડિયા દાવો કરવામાં આવ્યો હતો કે, 1 દબાવવાથી કોલર ટ્યૂન બંધ થઈ જશે, પરંતુ આમ થયું નથી. હવે છેલ્લા 6 મહિનાથી લોકો આ કોલર ટ્યૂનને હટાવવા માટે અલગ અલગ રીત ગૂગલ પર શોધી રહ્યાં છે.
ગૂગલની રિપોર્ટમાં ઓગસ્ટ 2020માં સૌથી વધુ પૂછવામાં આવેલા ટોપ 5 સવાલમાં કોરોના કોલર ટ્યૂન કઈ રીતે હટાવવી તેને લઈને સવાલ પૂછવામાં આવ્યા છે. જેમાં જિયો નેટવર્ક પર કોલક ટ્યૂન હટાવવાને લઈને સૌથી વધુ સવાલ પૂછવામાં આવ્યો છે.
ઓગસ્ટમાં કોરોના સંબંધિત આ સવાલો સૌથી વધુ પૂછવામાં આવ્યા
- શું અમિત શાહ કોરોના પોઝિટિવ છે ?
- કપડા પર કોરોના કેટલો સમય સુધી રહે છે ?
- શું રશિયાને કોરોના વાયરસની દવા મળી ગઈ?
- જિયોના નંબર પર કોરોનાની કોલર ટ્યૂન કઈ રીતે બંધ કરવી ?
- ભારતમાં કોરોના વેક્સીન ક્યારે લોન્ચ થશે ?
- શું શરીરનું દર્દ કોરોનાનું લક્ષણ છે ?
- કોરોના થવા પર શરીર પર તાપમાન કેટલું થઈ જાય છે ?
- કોરોના લક્ષણ કેટલા દિવસમાં દેખાય છે ?
- શુ પ્રણવ મુખર્જીને કોરોના પોઝિટિવ છે ?
-એસપી બાલાસુબ્રમણ્યમને કોરોના કઈ રીતે થયો ?
કોરોના સિવાય ઓગસ્ટમાં ગૂગલ સર્ચ ટ્રેન્ડમાં પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ લોકોએ સર્ચ કર્યો. ગત મહિનામાં કોવિડ-19 સંબંધિત સર્ચમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યા. અમિત શાહ કોરોના વાયરસ કીવર્ડ સર્ચ +4,100 ટકા રહ્યો. તે સિવાય Vaccine for corona latestને લઈને +150 ટકા વધારો થયો છે. તે સિવાય કોરોના વાયરસ રસીને લઈને પણ ખૂબ સર્ચમાં વધારો થયો
ગૂગલ સર્ચના આંકડા પરથી એ ખબર પડે છે કે, લોકો કોરોના વાયરસથી કેટલા ભયભીત છે. તે સિવાય છેલ્લા 6 મહિનાથી સતત સંભળાઈ રહેલી કોરોના કોલર ટ્યૂન પણ હવે લોકોને પરેશાન કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement