Instagram માં આવ્યું નવું અપડેટ, હવે પસંદગીના લોકોને એકસાથે મોકલી શકશો Reels
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક નવું ફીચર અપડેટ કરવામાં આવ્યું છે. આ નવા ફીચરની મદદથી હવે તમે તમારા મનપસંદ લોકોને એક સાથે માત્ર એક જ રીલ મોકલી શકશો.
Instagram New Feature: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક નવું ફીચર અપડેટ કરવામાં આવ્યું છે. આ નવા ફીચરની મદદથી હવે તમે તમારા મનપસંદ લોકોને એક સાથે માત્ર એક જ રીલ મોકલી શકશો. દરેકને એકસાથે રીલ્સ મોકલીને, તમે તમારા મનપસંદ લોકોનું ગ્રુપ પણ બનાવી શકો છો, જેથી તે લોકો પણ એકબીજા સાથે જોડાઈ શકે. ઇન્સ્ટાગ્રામ પરના આ નવા ફીચર્સ યુઝર્સને એપનો ઉપયોગ કરવાનું વધુ અનુકૂળ બનાવે છે.
ઇન્સ્ટાગ્રામનું નવું અપડેટ
ઇન્સ્ટાગ્રામના આ નવા અપડેટ સાથે, જો તમે એકથી વધુ વ્યક્તિને પોસ્ટ અથવા રીલ મોકલવા માંગતા હો, તો તમે તેને એક સાથે મોકલી શકો છો. આ માટે, સેન્ડ ઓપ્શન પર ક્લિક કર્યા પછી, તમારે તે બધા લોકોને એકસાથે પસંદ કરવા પડશે જેમને તમે તે પોસ્ટ અથવા રીલ મોકલવા માંગો છો. આ પછી, તમારી સામે બે વિકલ્પો દેખાશે - પ્રથણ Send separately, જેનો અર્થ છે કે તમે તમારા મિત્રોને અલગથી પોસ્ટ મોકલવા માંગો છો. આના પર ક્લિક કરવાથી કોઈ ગ્રુપ નહીં બને.
Instagram પર એકસાથે પોસ્ટ્સ મોકલવા માટે, તમને બીજો વિકલ્પ મળશે, 'Create a Group', જેના દ્વારા તમે તમારા મનપસંદ લોકોનું ગ્રુપ બનાવી શકો છો. આ પછી, બધા વીડિયો અથવા પોસ્ટ એક સાથે ઘણા લોકોને મોકલી શકાય છે. અગાઉ પણ ઈન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવવાનો વિકલ્પ હતો. પરંતુ પોસ્ટ શેર કરીને ગ્રુપ બનાવવાનું નવું ફીચર આવ્યું છે. તમે આ ગ્રુપમાં તમારો મનપસંદ ફોટો પણ એડ કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ પર, તમે માત્ર એક કે બે નહીં, પરંતુ આવા ઘણા ગ્રુપો બનાવી શકો છો. આ ઉપરાંત, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોરી પોસ્ટ કરતી વખતે એક શેરિંગ વિકલ્પ છે, જેમાં એક સાથે ઘણા લોકો સાથે સ્ટોરી શેર કરીને, એક નવું ગ્રુપ બનાવવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્સ્ટાગ્રામ રીલ્સના વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. વપરાશકર્તાઓ કલાકો સુધી ફીડ દ્વારા સ્ક્રોલ કરતી વખતે રીલ્સ જોતા રહે છે. આ સિવાય ક્યારેક કોઈ રીલને એટલી પસંદ કરવામાં આવે છે કે લોકો તેને પોતાના મિત્રો સાથે ડીએમમાં અથવા સ્ટોરીમાં મૂકીને શેર કરે છે. એક નવા અપડેટ સાથે, Instagram એ વપરાશકર્તાઓને વિકલ્પ આપ્યો છે કે તેઓ કોઈપણ રીલને સીધી WhatsApp સ્ટેટસ પર પણ શેર કરી શકે છે.
વાસ્તવમાં, પહેલા યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડતો હતો કે વોટ્સએપ સ્ટેટસ પર ઇન્સ્ટાગ્રામ રીલ મૂક્યા પછી, વિડિયો ચાલતો હતો પરંતુ તેમાં અવાજ આવતો નહોતો. હવે આ સમસ્યા સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ છે.





















