હવે આ કંપનીએ Airtel, Jio નું વધાર્યુ ટેન્શન, 100Mbps વાળા પ્લાનમાં ફ્રી આપી રહ્યું છે OTT
Free OTT: ટાટા પ્લેના આ ફાઈબર બ્રૉડબેન્ડ પ્લાનમાં આખા મહિના માટે 3.3TB ડેટા ઓફર કરવામાં આવે છે
Free OTT: ઈન્ટરનેટ સર્વિસ પ્રૉવાઈડર ટાટા પ્લે ફાઈબરે તેના યૂઝર્સ માટે હાઈ સ્પીડ ડેટા પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં યૂઝર્સને ઘણી OTT એપ્સ ફ્રીમાં એક્સેસ મળે છે. ટાટા પ્લેનો આ પ્લાન એરટેલ અને જિઓના બ્રૉડબેન્ડ પ્લાનને પડકારી રહ્યો છે. કંપની હાલમાં યૂઝર્સને 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 12 મહિનાની વેલિડિટીવાળા પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન્સમાં યૂઝર્સને 100Mbpsની હાઇ સ્પીડ પર ઇન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત તેઓને OTT એપ્સની ઍક્સેસ મળશે.
ફ્રીમાં OTT
ટાટા પ્લે ફાઇબરના એક મહિનાના પ્લાન માટે યૂઝર્સને 900 રૂપિયા ખર્ચવા પડશે. કંપની 100Mbps પર લાઇટ, પ્રાઇમ અને મેગા પ્લાન ઓફર કરે છે. 900 રૂપિયામાં કંપની આખા મહિના માટે 100Mbps લાઇટ પ્લાન ઓફર કરી રહી છે. જો કે, જો તમે 12 મહિનાનો પ્લાન લો છો, તો તેનો દર મહિને 750 રૂપિયાનો ખર્ચ થશે. જો આખા વર્ષની વાત કરીએ તો આ માટે તમારે GSTની સાથે 9,000 રૂપિયા ચૂકવવા પડશે.
ટાટા પ્લેના આ ફાઈબર બ્રૉડબેન્ડ પ્લાનમાં આખા મહિના માટે 3.3TB ડેટા ઓફર કરવામાં આવે છે. OTT વિશે વાત કરીએ તો યૂઝર્સને Apple TV+, Disney+ Hotstar સહિત 4 એપ્સની ઍક્સેસ મળશે. વધુમાં 200 થી વધુ લાઇવ ટીવી ચેનલો યૂઝર્સને મફતમાં ઓફર કરવામાં આવશે.
પ્રાઇમ પ્લાન
ટાટા પ્લે ફાઈબરના પ્રાઇમ પ્લાન વિશે વાત કરીએ તો, આ પ્લાન યૂઝરને એક મહિના માટે 800 રૂપિયાની આસપાસનો ખર્ચ થશે. આ પ્લાન 9,600 રૂપિયા + GSTમાં 12 મહિના માટે ઉપલબ્ધ રહેશે. આમાં યૂઝર્સને 6 OTT એપ્સ પસંદ કરવાનો વિકલ્પ મળશે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓ વિશે વાત કરીએ તો યૂઝર્સને લાઈટ પ્લાન જેવા બાકીના ફાયદા મળશે.
મેગા પ્લાન
મેગા પ્લાનની વાત કરીએ તો તેમાં યૂઝર્સને એક મહિના માટે 950 રૂપિયાનો ખર્ચ થશે. આ પ્લાન માટે યૂઝર્સને 11,450 રૂપિયા + GST ખર્ચવા પડશે. આ પ્લાનમાં યૂઝર્સને તમામ OTT એપ્સનો એક્સેસ મળશે. આ ઉપરાંત તમને 200 થી વધુ લાઇવ ટીવી ચેનલોનો લાભ પણ મળશે.
આ પણ વાંચો
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં