શોધખોળ કરો

iPhone Price Record: એક દાયકાથી પણ જુના છે આ iPhone, પરંતુ કિંમત જાણીને તમે પણ ચોંકી જશો....

સામાન્ય રીતે વાત કરીએ તો ભારતમાં આઇફોનની કિંમતો અમેરિકાની સરખામણીમાં વધુ રહે છે. અત્યારે આઇફોનના સૌથી મોંઘા મૉડલ વેરિએન્ટની કિંમત 1,89,900 રૂપિયા છે.

iPhone Price Record: સ્માર્ટફોન કંપની Apple ના આઇફોન પોતાના શાનદાર ફિચર્સ ઉપરાંત ભારે ભરખમ કિંમતના કારણે પણ ચર્ચામાં રહે છે. આની કિંમતોના કારણે સોશ્યલ મીડિયા પર હંમેશા યૂઝર્સ મીમ્સ પણ શેર કરતા રહે છે. હવે આને કિંમતોના મામલામાં એક એવો રેકોર્ડ બનાવી દીધો છે, જેને સાંભળીને કોઇપણ ચોંકી જશે અને વિશ્વાસ નહીં કરી શકે. 

50 લાખથી પણ વધુ મળી કિંમત  - 
સામાન્ય રીતે વાત કરીએ તો ભારતમાં આઇફોનની કિંમતો અમેરિકાની સરખામણીમાં વધુ રહે છે. અત્યારે આઇફોનના સૌથી મોંઘા મૉડલ વેરિએન્ટની કિંમત 1,89,900 રૂપિયા છે. અમેરિકામાં આની કિંમત 1,599 ડૉલર એટલે લે લગભગ 1,32,400 રૂપિયા છે. હવે આવામાં જો તમને બતાવવામાં આવે કે એક વ્યક્તિએ આઇફોન વેચીને 63,356 ડૉલર એટલે કે 52.47 લાખ રૂપિયા કમાઇ લીધા, તો કદાચ તમને વિશ્વાન નહીં આવે. જોકે, આ સાચુ છે, અને આટલી જબરદસ્ત કિંમત મળી છે એક દાયકાથી વધુ જુના એક આઇફોનને.  

આટલા જુના છે આઇફોન - 
બિઝનેસ ઇનસાઇડરની એક ખબર અનુસાર, આ રેકોર્ડ કિંમત મળી છે કરેન ગ્રીન નામના એક શખ્સને. ખરેખમાં કરેન ગ્રીનને તેના દોસ્તોએ 2007 મૉડલનો એક આઇફોન કેટલાય વર્ષો પહેલા ગિફ્ટ કર્યો હતો. જોકે ગ્રીન કંપનીના એટીએન્ડટી ફેક્ટરના કારણે તેનો ઉપયોગ ના હતો કરી શક્યો અને આઇફોન ડબ્બામાં જ બંધ પડેલો રહ્યો. 

હરાજીમાં લાગી કેટલીય બોલીઓ - 
ગ્રીનને ફોનની સારી હાલતને જોતાે તેને હવે હરાજી કરવાનો ફેંસલો કર્યો. તેના માટે બોલીની શરૂઆત 2,500 ડૉલરથી થઇ, હરાજી 17 દિવસો સુધી ચાલતી રહી અને કુલ 19 બોલીઓ પ્રાપ્ત થઇ. અંતમાં આ આઇફોનને 63 હજાર ડૉલરથી વધુની બોલી મળી. આનાથી પહેલા સૌથી મોંઘા આઇફોનને રેકોર્ડ લગભગ 39 હજાર ડૉલરનો હતો.

iPhoneના આ મૉડલ્સ માટે આવ્યુ નવુ સૉફ્ટવેર અપડેટ, લિસ્ટમાં તમારો ફોન હોય તો આ રીતે કરી લો અપડેટ...

Tech News: જો તમે એક આઇઓએસ યૂઝર છો તો તમારી માટે આ જરૂરી ખબર છે, ખરેખરમાં, એપલે પોતાની પ્રૉડક્ટ્સ માટે નવુ સૉફ્ટવેર અપડેટ રિલીઝ કર્યુ છે. એપલે આઇફોન માટે 16.3.1, આઇપેડ માટે iPadOS 16.3.1 અને મેક માટે macOS Ventura 13.2.1 અપડેટ સિક્યૂરિટી પેચની સાથે રૉઆઉટ કર્યુ છે. મેક માટે કંપનીએ જે અપડેટ રિલીઝ કર્યુ છે, તે WebKitની કેટલીય પરેશાનીઓને ઠીક કરે છે. એપલ કંપની હંમેશા પોતાના કસ્ટમર્સની સિક્યૂરિટી પર ધ્યાન રાખે છે, અને સમયાંતરે સિક્યૂરિટી પેચ રિલીઝ કરતુ રહે છે.

આ રીતે કરો અપડેટ - 
આઇફોન, આઇપેડ કે મેકમાં નવા સૉફ્ટવેરને અપડેટ કરવા માટે સૌથી પહેલા તમે સેટિંગ્સમાં જાઓ, પછી જનરલમાં જાઓ અને અહીં સૉફ્ટવેર અપડેટના ઓપ્શનને પસંદ કરો. આઇફોનની નવી આઇઓએસ 16.3.1 અપડેટ લગભગ 331 એમબીનુ છે. મેકમાં નવુ સૉફ્ટવેરને અપડેટ કરવા માટે તમારે એપલ મેન્યૂને સિલેક્ટ કરવાનુ છે અને ટૉપ લેફ્ટમાં દેખાઇ રહેલી સિસ્ટમ સેટિંગ કે સિસ્ટમ પ્રિફરન્સને પસંદ કરવાનુ છે. હવે જનરલને ક્લિક કરો પછી સૉફ્ટવેર અપડેટના ઓપ્શન પર જાઓ. આ રીતે અહીં તમે નવા અપડેટને ઇન્સ્ટૉલ કરી શકો છો.

આઇફોનના આ મૉડલો માટે આવ્યુ નવું અપડેટ - 
એપલે ગયા વર્ષે IOS 16.0 અપડેટ રૉલઆઉટ કર્યુ હતુ, આ જ રીતે કંપની હવે નવુ  16.3.1 સૉફ્ટવેર અપડેટ કેટલાક સિક્યૂરિટી પેચની સાથે iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone SE (3rd જનરેશન) અને iPhone SE (2nd જનરેશન) માટે રિલીઝ કર્યુ છે. 

એપલનું નવુ અપડેટ આઇફોન, આઇપેડ કે મેકમાં કોઇ નવુ ફિચર નથી જોડતુ, પરંતુ આ કેટલાક સિક્યૂરિટી પ્રૉબ્લમને જરૂર ફિક્સ કરે છે. એપલે બતાવ્યુ કે, નવું iOS 16.3.1 અપડેટ કટેલાક બગ અને સિક્યૂરિટી અપડેટની સાથે રૉલઆઉટ કરવામાં આવ્યુ છે. આ આઇક્લાઉડ ઇશ્યૂ અને Siri સાથે જોડાયેલી કેટલીક એરરને ઠીક કરે છે, બીજીબાજુ macOS Ventura 13.2.1 અપડેટમાં કંપની કેટલાક સિક્યૂરિટી પેચ જોડે છે, જે webkit અને Apple Shortcuts સાથે જોડાયેલા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પરHun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Embed widget