Jio, Airtel અને Viના 500 રૂપિયાથી ઓછાના પ્લાન, આમાં દરરોજ મળશે 3GB ડેટા
જો તમે વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છો અને તમને ડેલી વધુ ડેટાની જરૂર પડે છે, તો તમે Airtel, Jio અને Viના આ બેસ્ટ પ્લાન ખરીદી શકો છો. આ તમામ પ્લાનમાં તમને ડેલી 3GB ડેટા મળશે.
નવી દિલ્હીઃ જો તમે વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છો અને તમને ડેલી વધુ ડેટાની જરૂર પડે છે, તો તમે Airtel, Jio અને Viના આ બેસ્ટ પ્લાન ખરીદી શકો છો. આ તમામ પ્લાનમાં તમને ડેલી 3GB ડેટા મળશે. તમને આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને SMS પણ મળે છે. જાણીએ આ ડેલી 3GB ડેટા અને 28 દિવસની વેલિડિટીની સાથેના કયા પ્લાન છે.....
Airtelનો 398 નો પ્લાન.....
આ પ્લાનમાં ડેલી 3GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તમને આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS, સાથે જ Airtel Xstream Premium નુ સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. Wynk Music અને Shaw Academy સબ્સક્રિપ્શન ઓફરમાં સામેલ છે.
Jioનો 349 નો પ્લાન....
તમે જિઓના 349 રૂપિયા વાળો પ્લાન લઇ શકો છો. આ પ્લાનમાં તમને ડેલી 3GB ડેટા, અનલિમીટેડ ઓન-નેટ બેનિફિટ્સ સાથે મળી રહ્યો છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ અનલિમીટેડ ડૉમેસ્ટિક કૉલ અને Jio એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન આપવામા આવી રહ્યું છે.
Viનો 401 નો પ્લાન......
વૉડાફોનના 401 વાળા પ્લાનમાં તમને ડેલી 3GB ડેટા મળશે, આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 SMS અને 28 દિવસની વેલિડિટી મળી રહી છે. તમને આ પ્લાન અંતર્ગત 16GB એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં Disney+ Hotstarનુ 1 વર્ષનુ VIP સબ્સક્રિપ્શન પણ આપવામા આવી રહ્યુ છે. યૂઝર્સને રાત્રે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, વીકેન્ડ ડેટા રૉલઓવર જેવા ફાયદાઓ પણ મળી રહ્યાં છે.
Jioનો 401 નો પ્લાન......
Jioના 401 રૂપિયા વાળા પ્લાનમાં તમને 90GB ડેટા આપવામાં આવી રહ્યો છે. 3GB ડેલી ડેટા અને સાથે 6GB એક્સ્ટ્રા ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, 1 વર્ષ સુધી Disney+ Hotstarનું VIP સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. સાથે Jio એપ્સનુ સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.
Viનો 405 નો પ્લાન.....
વૉડાફોનના આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 90GB ડેટા મળી રહ્યો છે, આ પ્લાનમાં 3GB ડેલી ડેટા મળે છે. સાથે જ તમને 6GB એડિશનલ ડેટા પણ આપવામા આવી રહ્યો છે. આ ઓફરમાં અનલિમીટેડ કૉલિંગ અને 100SMS રોજ મળી રહ્યાં છે.