Jio, Airtel, BSNL અને Viના એક મહિના વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન, જાણો પુરી ડિટેલ....
Jio, Airtel, BSNL અને Vodafone-Idea પોતાના યૂઝર્સ માટે એક મહિનાની વેલિડિટી વાળા સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. ખાસ વાત છે કે તમને આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, ડેલી 1GB સુધી ડેટા અને અનલિમીટેડ કૉલિંગ અને એસએમએસની સુવિધા મળી રહી છે. જાણો પ્લાન્સ વિશે......
નવી દિલ્હીઃ Jio, Airtel, BSNL અને Vodafone-Idea પોતાના યૂઝર્સ માટે એક મહિનાની વેલિડિટી વાળા સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. ખાસ વાત છે કે તમને આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, ડેલી 1GB સુધી ડેટા અને અનલિમીટેડ કૉલિંગ અને એસએમએસની સુવિધા મળી રહી છે. જાણો પ્લાન્સ વિશે......
Airtelના 1 મહિનાના રિચાર્જ વાળા પ્લાન......
એરટેલમાં પણ તમને 149 રૂપિયા વાળો પ્લાન મળી જશે, પરંતુ આ પ્લાનમાં તમને કુલ 2જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, અને આમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 300 SMS મળી રહ્યાં છે. તમે 219 રૂપિયા વાળો પ્લાન પણ લઇ શકો છો. આ પ્લાનમાં ડેલી 1જીબી ઇન્ટરનેટ ડેટા અને 100SMS, 28 દિવસની વેલિડિટી અને અનલિમીટેડ કૉલિંગ મળી રહ્યું છે.
Jioના 1 મહિનાના રિચાર્જ વાળા પ્લાન....
જિઓમાં પણ તમને 24 દિવસની વેલિડિટી માટે 149 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન મળી જશે. આ પ્લાનમાં તમને ડેલી 1જીબી ડેટા અને અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત દરરોજ 100SMS મળશે. વળી જો તમે 28 દિવસની વેલિડિટી વાળો પ્લાન ઇચ્છો છો તો તમને 199 રૂપિયા ખર્ચવા પડશે. આ પ્લાનમાં તમને ડેલી 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 એસએમએસ મળશે.
BSNLના 1 મહિનાના રિચાર્જ વાળા પ્લાન....
BSNL યૂઝર પણ 187 રૂપિયાનો રિચાર્જ પ્લાન ખરીદી શકે છે. જેમાં 28 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા અને અનલિમીટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાન એમટીએનએલ વિસ્તારોમાં જેવા કે દિલ્હી અને મુંબઇમાં પુરેપુરા કામ કરશે.
Vodafone ideaના 1 મહિનાના રિચાર્જ વાળા પ્લાન.....
તમે વૉડાફોન-આઇડિયામાં પણ 149 રૂપિયા વાળા પ્લાન ખરીદી શકો છો. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, કુલ 3જીબી ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 300SMS મળી રહ્યાં છે. વળી તમે 199 રૂપિયા વાળા પ્લાનનો પણ ફાયદો ઉઠાવી શકો છે. આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, ડેલી 1જીબી ઇન્ટરનેટ ડેટા અને 100 SMS આપવામાં આવી રહ્યાં છે. પરંતુ પ્લાનની વેલિડિટી 24 દિવસની જ છે.