JIO True 5G: જિયો કાલે લોન્ચ કરશે 5G સેવાઓ, 4 શહેરના ખાસ જિયો યુઝર્સ આ રીતે લાભ લઈ શકશે...
રિલાયન્સ જિયો કાલથી પોતાની True 5G બીટા સર્વિસ 4 શહેરોમાં શરુ કરવા જઈ રહ્યું છે. આ બીટા સર્વિસ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરુ થવા જઈ રહી છે
JIO True 5G launch: રિલાયન્સ જિયો કાલથી પોતાની True 5G બીટા સર્વિસ 4 શહેરોમાં શરુ કરવા જઈ રહ્યું છે. આ બીટા સર્વિસ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરુ થવા જઈ રહી છે અને આ 5જી સેવા દુનિયાની સૌથી એડવાન્સ 5G સર્વિસ હશે. આ વિશેષતાના કારણે જ જિયોએ તેની 5જી સેવાને ટ્રુ 5G (True 5G) નામ આપ્યું છે. જિયો તરફથી યુઝર્સને સિમ કાર્ડ બદલ્યા વગર 5જી સર્વિસ મફતમાં આપવામાં આવશે.
ઈન્ટરનેટ યુઝર્સ માટે જિયોની TRUE 5G વેલકમ ઓફર
1. જિયો ટ્રુ 5જી સર્વિસ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં લોન્ચ થશે.
2. ગ્રાહકોને 1 Gbps+ની સ્પીડ ઉપર અનલિમિટેડ 5જી ડેટા મળશે.
3. જ્યારે અન્ય શહેરોમાં 5જીનું ઈંફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જશે, ત્યાં પણ 5જી સર્વિસ મળવાનું શરુ થશે.
4. યુઝર્સને બીટા ટ્રાયલ હેઠળ 5જી સર્વિસ મફત મળશે. આ મફત સેવા આ શહેરોમાં લોકોના 5જી વપરાશના અનુભવને યોગ્ય બનાવવા સુધી મળશે.
5. જિયો વેલકમ ઓફર હેઠળ કોઈ પણ ગ્રાહક જિયોનું સિમ કે મોબાઈલ બદલ્યા વગર 5જી સર્વિસનો લાભ લઈ શકશે.
6. જિયો, સ્માર્ટફોન બનાવતી કંપનીઓ સાથે મળીને 5જી મોબાઈલ ફોન બનાવવા માટે કામ કરી રહી છે જેથી લોકોને આવા મોબાઈલથી 5જીનો શાનદાર અનુભવ મળે.
આ છે 5Gની બીટા સર્વિસઃ
કંપનીનું કહેવું છે કે, આ બીટા ટેસ્ટિંગ છે. બીટા ટેસ્ટિંગ ફુલ ફેઝ લોન્ચિંગની પહેલાં ટ્રાયલ ફેઝ હોય છે. જેમાં યુઝર્સના પ્રતિભાવો લેવામાં આવે છે. યુઝર્સના પ્રતિભાવોના આધારે 5જી સર્વિસમાં બદલાવ કરવામાં આવશે. જિયોનું કહેવું છે કે, તે પોતાના 42.5 કરોડ યુઝર્સને 5જી સર્વિસનો અનુભવ આપવા માંગે છે.
4G જુનું થઈ જશેઃ
જિયોનું લક્ષ્ય છે કે, આવનારા દિવસોમાં 5Gનું તમામ માળખું ઉભી કરી દેવામાં અને 4G નેટવર્ક પરની નિર્ભરતા સંપુર્ણ રીતે ખત્મ કરી દેવામાં આવે. આ રીતે જિયોના તમામ ગ્રાહકોને અલગ જ પ્રકારનો ઈન્ટરનેટ વપરાશનો અનુભવ થશે. કહી શકાય કે, આવનારા થોડા જ મહિના કે વર્ષોમાં 4G જુનું થઈ જશે અને લોકો 5G નેટવર્કથી તમામ ઈન્ટરનેટ સર્વિસનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો....