Layoff : Xiaomi ગ્લોબલ વાઈસ પ્રેસિડેંટે સૌને ચોંકાવ્યા, લીધો આશ્ચર્યજનક નિર્ણય
મનુ જૈને 9 વર્ષના લાંબા સમય બાદ નોકરી છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના પોલિસી હેડ સિનેડ મેકસ્વીનીએ પણ રાજીનામું આપી દીધું હતું.
Manu Kumar Jain Resigns : છેલ્લા કેટલાક સમયથી આપણે ટેક ઉદ્યોગમાં છટણી જોઈ રહ્યા છીએ. મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવી રહ્યા છે, પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિએ પોતાની મરજીથી કંપની છોડી દીધી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ Xiaomiના વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈન છે.
મનુ જૈને 9 વર્ષના લાંબા સમય બાદ નોકરી છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના પોલિસી હેડ સિનેડ મેકસ્વીનીએ પણ રાજીનામું આપી દીધું હતું. રાજીનામા સાથે જોડાયેલી કઈ માહિતી મનુ જૈને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
મનુ જૈનનું ટ્વીટ
રાજીનામાની માહિતી આપતાં મનુ કુમાર જૈને ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, હું નસીબદાર છું કે, છેલ્લા 9 વર્ષમાં મને એટલો પ્રેમ મળ્યો કે હવે અલવિદા કહેવું મુશ્કેલ થઈ ગયું છે. દરેકનો આભાર. આ પ્રવાસનો અંત અને નવા યુગની શરૂઆત છે.
મનુ જૈને કંપની સાથે જોડાયેલી આ વાતો કહી
જૈને તેમની નોંધમાં લખ્યું છે કે, Xiaomi તેમના કામના સમયગાળા દરમિયાન ભારતની નંબર વન સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે. કંપનીના મોટાભાગના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી ભારતમાં બનાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, Xiaomiએ પણ 50 હજારથી વધુ નોકરીઓ આપી છે.
મનુ 2014માં Xiaomiમાં જોડાયા હતાં
મનુ જૈન વર્ષ 2014માં Xiaomi સાથે સંકળાયેલા હતા અને ત્યાર બાદ તેમણે ઘણી જવાબદારીઓ સંભાળી હતી. તેઓ 2014 થી 2017 સુધી ત્રણ વર્ષ માટે સ્માર્ટફોન બ્રાન્ડના ભારત ક્ષેત્રના મેનેજિંગ ડિરેક્ટર હતા. ત્યાર બાદ તેઓ કંપનીના પ્રમુખ પદ માટે ચૂંટાયા. વર્ષ 2023ની શરૂઆતમાં Xiaomiએ મનુ કુમાર જૈનના નેતૃત્વ હેઠળ ભારતમાં Redmi Note 12 સીરીઝ લોન્ચ કરી હતી. આ શ્રેણી હેઠળ Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro Plus સ્માર્ટફોન લોંચ કરવામાં આવ્યા હતા.
Xiaomi Layoff: વધુ એક ટેક કંપની કરશે છટણી, Xiaomi માં આટલા કર્મચારીઓની જશે નોકરી
વૈશ્વિક ટેક્નોલોજી બ્રાન્ડ Xiaomi એ તેના કર્મચારીઓ માટે છટણી કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કર્યા છે. Xiaomiએ જણાવ્યું હતું કે કંપની સંસ્થાકીય પુનઃરચના અને કર્મચારી ઓપ્ટિમાઇઝેશનનો અમલ કરી રહી છે જે તેના કુલ કર્મચારીઓના 10 ટકાથી ઓછાને અસર કરશે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનમાં કોવિડ લોકડાઉન અને નબળી વૈશ્વિક આર્થિક સ્થિતિ વચ્ચે Xiaomi તેના કર્મચારીઓમાં 15 ટકાનો ઘટાડો કરી શકે છે.
કંપનીના પ્રવક્તાએ માહિતી આપી હતી
કંપનીના પ્રવક્તાએ IANS ને જણાવ્યું હતું કે, "Xiaomiએ તાજેતરમાં નિયમિત કર્મચારી ઓપ્ટિમાઇઝેશન અને સંસ્થાકીય સુવ્યવસ્થિતતા લાગુ કરી છે, જેમાં અસરગ્રસ્ત પક્ષ કુલ કર્મચારીઓના 10 ટકા કરતા ઓછો છે." પ્રવક્તાએ કહ્યું કે અસરગ્રસ્તોને "સ્થાનિક નિયમોના પાલનમાં" વળતર આપવામાં આવ્યું છે.