સાવધાન, પ્લે-સ્ટૉર પર પાછો આવી ગ્યો છે ટ્રૉઝન માલવેયર, આ બે એપ્સના યૂઝર્સ બની રહ્યાં છે શિકાર
Malware Alert News: હેકર્સ ગૂગલ પ્લે-સ્ટૉર પર ઉપલબ્ધ કેટલીક લોકપ્રિય એપ્સ દ્વારા લોકોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે
Malware Alert News: હેકર્સ ગૂગલ પ્લે-સ્ટૉર પર ઉપલબ્ધ કેટલીક લોકપ્રિય એપ્સ દ્વારા લોકોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સુરક્ષા સંશોધકોના જણાવ્યા અનુસાર, હેકર્સ દ્વારા ખતરનાક માલવેયર ફેલાવવા માટે કેટલીક Google Play એપ્સ અને લોકપ્રિય એપ્સના અનઓફિશિયલ મૉડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નેક્રો ટ્રૉજન નામનો આ માલવેયર કીસ્ટ્રૉકને લૉગ કરવા, સંવેદનશીલ માહિતીની ચોરી કરવા, વધારાના માલવેયર ઇન્સ્ટૉલ કરવા અને રિમૉટ કમાન્ડ બનાવવા માટે સક્ષમ છે. ગૂગલ પ્લે એપ સ્ટૉરમાં આ માલવેર સાથે બે એપ્સ મળી આવી છે. આ ઉપરાંત આ ટ્રૉજનનો ફેલાવો Spotify, WhatsApp અને Minecraft જેવી ગેમ્સના મૉડેડ એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજો (APKs)માં પણ ઓળખવામાં આવ્યો છે.
નેક્રો ટ્રૉજન ફેલાવવા માટે ગૂગલ પ્લે એપ્સ અને મૉડેડ એપીકેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નેક્રો ફેમિલીમાંથી આ ટ્રૉજન 2019માં પહેલીવાર મળી આવ્યું હતું, જ્યારે તે પીડીએફ મેકર એપ કેમસ્કેનરમાં જોવા મળ્યું હતું. ટ્રોંજ ગૂગલ પ્લે પર આ એપના સત્તાવાર વર્ઝનમાં જોવા મળ્યું હતું જેને 100 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ હતા.
Kaspersky સંશોધકોની પૉસ્ટ અનુસાર, નેક્રો ટ્રૉજનનું નવું વર્ઝન હવે બે Google Play એપમાં જોવા મળ્યું છે. પ્રથમ એપ Wuta Camera છે, જેને 10 મિલિયનથી વધુ વખત ડાઉનલૉડ કરવામાં આવી છે અને બીજી મેક્સ બ્રાઉઝર છે, જેને 1 મિલિયનથી વધુ ડાઉનલૉડ કરવામાં આવી છે. સંશોધકે પુષ્ટિ કરી છે કે કેસ્પરસ્કીએ માહિતી આપ્યા બાદ ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે.
એક મોટી સમસ્યા લોકપ્રિય એપ્સના બિનસત્તાવાર 'મૉડેડ' વર્ઝનની છે, જે મોટી સંખ્યામાં તૃતીય-પક્ષ વેબસાઇટ્સ પર હૉસ્ટ કરવામાં આવે છે. યૂઝર્સ આકસ્મિક રીતે તેમના Android ઉપકરણો પર આ સંશોધિત એપ્લિકેશનો ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ કરે છે, જેનાથી તેમના ઉપકરણોમાં માલવેર દાખલ થાય છે. સંશોધકો દ્વારા મળી આવેલા માલવેરથી સંક્રમિત કેટલાક APKમાં Spotify, WhatsApp, Minecraft, Stumble Guys, Car Parking Multiplayer અને Melon Sandbox ના સંશોધિત વર્ઝનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો
YouTube: બાળકો છૂપાઇને YouTube પર જોતા હોય એડલ્ટ કન્ટેન્ટ, તો કરો આ કામ, પછી જુઓ....