શોધખોળ કરો

Meta Blue Verification in India: ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બ્લૂ ટિક માટે આટલા રૂપિયા લેશે મેટા, રિપોર્ટમાં ખુલાસો

મેટા બ્લૂ ટિક વેરિફિકેશન ઑસ્ટ્રેલિયા, યૂએસએ અને ન્યૂઝીલેન્ડમાં પહેલેથી જ રૉલઆઉટ કરવામાં આવ્યું છે. Meta આ દેશોમાં દર મહિને $11.99 ચાર્જ વસૂલ કરી રહ્યું છે.

Meta Blue Verification Charge in India: ટ્વિટર બાદ હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટા પણ ભારતમાં બ્લૂ ટિક વેરિફિકેશન માટે ચાર્જ વસૂલવા જઇ રહી છે. એલન મસ્કના બ્લૂ ટિક પ્લાનથી પ્રેરિત, મેટાએ આ વર્ષે ફેબ્રુઆરી દરમિયાન આ માટે ચાર્જ વસૂલવાની યોજના બનાવી હતી. 

મેટા બ્લૂ ટિક વેરિફિકેશન ઑસ્ટ્રેલિયા, યૂએસએ અને ન્યૂઝીલેન્ડમાં પહેલેથી જ રૉલઆઉટ કરવામાં આવ્યું છે. Meta આ દેશોમાં દર મહિને $11.99 ચાર્જ વસૂલ કરી રહ્યું છે. હવે મેટા તેને ભારતમાં લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે, અને ટૂંક સમયમાં ભારતીય યૂઝર્સને પણ આ માટે ચૂકવણી કરવી પડી શકે છે.

ભારતમાં કેટલો લાગશે ચાર્જ - 
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, મેટા વેરિફાઈડ માટે ભારતીય યૂઝર્સને મોબાઈલ માટે દર મહિને 1,450 રૂપિયા ચૂકવવા પડશે, અને વેબ એક્સેસ વેરિફિકેશન માટે ભારતીય યૂઝર્સને દર મહિને 1,099 રૂપિયા ચૂકવવા પડશે. બ્લૂ ટિક ફેસબુકની સાથે ઈન્સ્ટાગ્રામ પર પણ આપવામાં આવશે. તેને હાઇ લેયર સિક્યૂરિટી સાથે જોડવામાં આવશે. 

વેરિફિકેશનને લઇને મેટાનો શું છે પ્લાન  - 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેટા આના માટે ચાર્જ લેવાની સાથે સાથે બ્લૂ ટિક પણ આપશે. જોકે, વેરિફિકેશન માટે યૂઝર્સે સરકારી આઈડી આપવી પડશે. આની મદદથી Facebook અને Instagram પર બ્લૂ ટિકની સુવિધા આપવામાં આવશે. આ સિવાય મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શન યૂઝર્સને ઈન્સ્ટન્ટ યૂઝર્સ સેફ્ટી પ્રૉવાઇડ કરશે, અને વધુ રીચ આપશે. જોકે આ સેવા હજુ સુધી માત્ર પુખ્ત વયના લોકો માટે જ હતી, 18 વર્ષથી ઓછી અને વ્યવસાયિક યૂઝર્સને ન હતી આપવામાં આવતી.

બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે મેટા - 
મેટા વેરિફિકેશન અત્યારે બીટા ટેસ્ટિંગમાં ચાલી રહ્યું છે. યૂઝર્સ હજુ મેટા વેબસાઈટ પર એક ફોર્મ સબમિટ કરીને મેમ્બરશિપ મેળવવા વેઈટીંગ લિસ્ટમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટર બ્લૂ, સબ્સ્ક્રિપ્શન બેઝ્ડ સર્વિસ ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. iOS માટે તેની કિંમત રૂ. 900 અને એન્ડ્રોઇડ માટે રૂ. 650 છે.

Meta Layoff: ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી એક વખત કરી છટણી, 10,000 કર્મચારીઓેને દેખાડ્યો બહારનો રસ્તો

Meta Layoff Update: ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી એક વખત 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની ભૂતકાળમાં 11,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. મેટાના સીઈઓ માર્ક ઝૂકરબર્ગે પોતાના કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું છે કે અમે અમારી ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, એવી 5,000 પોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી. મેટામાં આ છટણીને કંપનીમાં ચાલી રહેલા રિસ્ટ્રક્ચરિંગ સાથે જોડવામાં આવી રહી છે. કંપની તેના સંગઠન માળખામાં મોટા ફેરફારો કરી રહી છે તેમજ ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટને રદ કરી રહી છે. આ સિવાય કંપની હાયરિંગમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે. મેટામાં 10,000 કર્મચારીઓની છટણીના સમાચાર બાદ મેટાના સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મેટાના શેરમાં પ્રી-માર્કેટ ઓપનિંગમાં 2 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

છટણીનું મુખ્ય કારણ અમેરિકન ટેક કંપનીઓ પર ગહન સંકટ છે. તેના ઉપર, મેટાના ખરાબ પરિણામોએ સમસ્યામાં વધારો કર્યો છે. મેટાની જાહેરાતની આવકમાં ઘટાડો થયો છે. અગાઉ નવેમ્બર 2022 માં, મેટાએ 11,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. 2004માં ફેસબુકની સ્થાપનાના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી છટણી કરવામાં આવી છે, જે ડિજિટલ એડવર્ટાઈઝિંગથી થતી આવકમાં ભારે ઘટાડો દર્શાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Embed widget