ખરેખરમાં Mobile Sim Card થઇ રહ્યાં છે બંધ ? તમને પણ આવ્યો હોય આ મેસેજ તો સાવધાન ?
Mobile Sim Card Fraud News: BSNL સિમ યૂઝર્સને તેમના ફોન પર સતત મેસેજ મળી રહ્યાં છે કે સિમ બંધ થઈ ગયું છે. જેના કારણે લોકો ભારે પરેશાન છે
Mobile Sim Card Fraud News: BSNL સિમ યૂઝર્સને તેમના ફોન પર સતત મેસેજ મળી રહ્યાં છે કે સિમ બંધ થઈ ગયું છે. જેના કારણે લોકો ભારે પરેશાન છે. એટલું જ નહીં મેસેજમાં ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAIનું નામ પણ લેવામાં આવ્યું છે. લોકોને મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે TRAI ટૂંક સમયમાં જ 24 કલાકની અંદર તેમના BSNL સિમ કાર્ડને સંપૂર્ણપણે બ્લોક કરવા જઈ રહ્યું છે.
સિમ કાર્ડ બંધ કરવા પાછળનું કારણ KYC પ્રક્રિયા પૂર્ણ ન થવાનું કહેવાય છે. ટ્રાઈ એવા લોકોના સિમ કાર્ડ બંધ કરશે જેમની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી. આ સિવાય મેસેજમાં એક નંબર પણ આપવામાં આવ્યો છે. જેના પર કોલ કરીને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. જે પછી તમે તમારા સિમને સ્વિચ ઓફ થવાથી બચાવી શકશો. પરંતુ જો તમે અમારી વાત માનતા હોવ તો ભૂલથી પણ આવું ન કરો. આ એક છેતરપિંડીનો સંદેશ છે. જે લોકોને હેરાન કરવા અને તેમની મહત્વની માહિતી મેળવવા માટે કરવામાં આવી રહી છે.
આવા ફ્રૉડ મેસેજથી રહો સાવધાન
તમને જણાવી દઈએ કે પીઆઈબીએ આ મેસેજની હકીકત તપાસીને લોકોને જાગૃત કર્યા છે. પીઆઈબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. જેમાં લોકોને આવા મેસેજ અને કોલને અવગણવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય લોકોને મેસેજમાં ઉલ્લેખિત કોઈપણ નંબર પર ફોન કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આના કારણે તમારો મહત્વપૂર્ણ ડેટા ખોટા હાથમાં આવી શકે છે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
કોઇની પણ સાથે શેર ના કરો સિક્રેટ જાણકારી
આવી છેતરપિંડીથી પોતાને બચાવવા માટે તમારી બેંકની વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. આ સિવાય જો કોઈ મેસેજ કે કોલ અંગે શંકા હોય તો તરત જ ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.