Mobile Tariff: રિલાયન્સ જિઓના આ ધમાકેદાર નવા પૉસ્ટપેડ ટેરિફ પ્લાને વધારી એરટેલ-વૉડાફોન-આઇડિયાની મુશ્કેલીઓ
રિલાયન્સ જિઓના નવા પૉસ્ટપેડ ટેરિફ પ્લાન પોતાના બીજા પ્રતિદ્વંદ્વીઓની સરખામણીમાં 30 ટકા વધુ સસ્તો છે.
Mobile Tariff Update: દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓએ નવા પૉસ્ટપેડ મોબાઇલ ટેરિફનો એક એવો દાંવ રમ્યો છે, જેનાથી બીજી ટેલિકૉમ ઓપરેટર ભારતી એરટેલ અને વૉડાફોના-આઇડિયાને પડકાર વધી ગયો છે. રિલાયન્સ જિઓ પ્રી-પેડ સેગમેન્ટનો સૌથી મોટો પ્લેયર હતો, પરંતુ કંપની હવે પૉસ્ટ પેડ સેગમેન્ટમાં પણ પોતાની ધાક વધારવા માટે તૈયારીમાં છે. રિલાયન્સ જિઓએ પોતાનો નવા પૉસ્ટપેડ ફેમિલી પ્લાન લૉન્ચ કર્યો છે, જે 399 રૂપિયાથી શરૂ થાય છે, અને આમાં દરેક અલગથી એક કનેક્શન માટે 99 રૂપિયા આપવા પડશે, એટલે કે પરિવારમાં ચાર સભ્યો માટે 699 રૂપિયા દર મહિને ટેરિફ આપવો પડશે.
રિલાયન્સ જિઓના નવા પૉસ્ટપેડ ટેરિફ પ્લાન પોતાના બીજા પ્રતિદ્વંદ્વીઓની સરખામણીમાં 30 ટકા વધુ સસ્તો છે. રિલાયન્સ જિઓના આ પગલા બાદ બીજા ટેલિકમ ઓપરેટર પર મેચ થતો પ્લાન લૉન્ચ કરવાનુ દબાણ વધી ગયુ છે. નહીં તો તેમના કસ્ટમર્સ છટકી શકે છે. આવામાં ફરીથી ટેરિફ વૉરની શરૂઆત થઇ શકે છે. રિલાયન્સ જિઓ પ્રી-પેડ મોબાઇલ સેગમેન્ટની સૌથી મોટો ખેલાડી છે. કંપનીને સૌથી વધુ રેવન્યૂ પ્રી-પેડ કસ્ટમર્સથી આવે છે, પરંતુ પૉસ્ટપેડ મોબાઇલ કેટેગરીમાં જિઓ પોતાની પ્રતિદ્વંદ્વી કંપનીઓથી ખુબ પાછળ છે.
રિલાયન્સ જિઓના નવા પૉસ્ટ પેડ ટેરિફ પ્લાનના કારણે મોબાઇલ ટેરિફ વધવાની સંભાવનાઓ પર પણ હાલ પૂરતી બ્રેક લાગી શકે છે. તાજેતરમાં જ ભારતી એન્ટરપ્રાઇઝના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે મોબાઇલ ટેરિફ વધારવાના સંકેત આપ્યા હતા. તેમને કહ્યું હતુ કે, આ વર્ષના મધ્યમાં મોબાઇલ ટેરિફ વધી શકે છે. ખરેખરમાં કંપનીઓએ 5ડી ટેલિકૉમ સર્વિસમાં ખુબ રોકાણ કર્યુ છે, અને મૂડીરોકાણ પર રિટર્ન માટે કંપનીઓ ટેરિફ વધારવાની તૈયારીમાં હતી, પરંતુ રિલાયન્સ જિઓના નવા પૉસ્ટ પેટ પ્લાનથી પ્રતિસ્પર્ધા વધવાની છે, જે પછી ટેરિફ વધવા પર સંશય દેખાઇ રહ્યો છે.
રિલાયન્સ જિઓના સસ્તાં પૉસ્ટ પેડ પ્લાનને લૉન્ચની અસર બુધવારે ભારતી એરટેલ અને વૉડાફોન-આઇડિયાના શેર પર પણ જોવા મળી. બન્ને ટેલિકૉમ કંપનીઓના શેરોમાં આ ખબરના કારણે દબાણ જોવા મળ્યુ હતુ. ભારતીય એરટેલનો શેર 1.96 ટકાના ઘટાડાની સાથે 756.55 રૂપિયાએ બંધ થયો હતો, તો વળી, વૉડાફોન-આઇડિયાનો શેર પમ 2.29 ટકા ઘટાડા સાથે 6.40 રૂપિયા પર ક્લૉઝ થયો હતો.