AI સાથે ફેક વીડિયો બનાવનારાઓ પર મોદી સરકાર આકરા પાણીએ, હવે આ IT નિયમો હેઠળ થશે કાર્યવાહી
એઆઈની ડીપફેક ટેક્નોલોજીની મદદથી મહિલાના ચહેરાને બિલકુલ રશ્મિકા જેવો બનાવવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ મોદી સરકાર નકલી પોસ્ટને લઈને કડક બની છે.
Rashmika Mandanna Viral Video: રશ્મિકા મંદાનાનો એક નકલી વીડિયો સામે આવ્યો છે, જે AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લિફ્ટમાં એક મહિલા પ્રવેશે છે, જેનો ચહેરો બિલકુલ રશ્મિકા જેવો છે. એઆઈની ડીપફેક ટેક્નોલોજીની મદદથી તે મહિલાનો ચહેરો બરાબર રશ્મિકા જેવો બનાવવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ મોદી સરકાર નકલી પોસ્ટને લઈને કડક બની છે. રશ્મિકા સિવાય પણ ઘણા લોકો સાયબર ક્રાઈમનો શિકાર બની ચૂક્યા છે. AIના વધતા ઉપયોગથી આવી ઘટનાઓ ઝડપથી વધી રહી છે.
કોઈએ એઆઈ દ્વારા વિડિયો સાથે છેડછાડ કરી અને છોકરીના ચહેરાને અભિનેત્રીના ચહેરા સાથે બદલી નાખ્યો. વાસ્તવિક અને નકલી વીડિયો વચ્ચેનો તફાવત શોધવો ખૂબ મુશ્કેલ છે. મૂળ વિડિયો બ્રિટિશ-ભારતીય યુવતી ઝરા પટેલનો છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 415K ફોલોઅર્સ છે. આ વીડિયો તેણે 9 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો.
🚨 There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.
— Abhishek (@AbhishekSay) November 5, 2023
You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.
This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT
એપ્રિલ, 2023 માં સૂચિત IT નિયમો હેઠળ
પ્લેટફોર્મ માટે આ કાનૂની જવાબદારી છે. ખાતરી કરો કે કોઈપણ વપરાશકર્તા દ્વારા કોઈ ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે.
ખાતરી કરો કે જ્યારે વપરાશકર્તા અથવા સરકાર દ્વારા જાણ કરવામાં આવે ત્યારે 36 કલાકની અંદર ખોટી માહિતી દૂર કરવામાં આવે.
જો પ્લેટફોર્મ્સનું પાલન ન થાય, તો નિયમ 7 લાગુ થશે અને પીડિત વ્યક્તિ IPCની જોગવાઈઓ હેઠળ પ્લેટફોર્મને કોર્ટમાં લઈ જઈ શકે છે.
ડીપ ફેક્સ એ ખોટી માહિતીનું નવીનતમ અને વધુ ખતરનાક અને હાનિકારક સ્વરૂપ છે અને પ્લેટફોર્મ દ્વારા તેનો સામનો કરવાની જરૂર છે.
ALT ન્યૂઝના પત્રકાર અભિષેકે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ નકલી વીડિયો અપલોડ કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- ભારતમાં ડીપફેક સાથે વ્યવહાર કરવા માટે કાનૂની કાર્યવાહીની જરૂર છે.
PM @narendramodi ji's Govt is committed to ensuring Safety and Trust of all DigitalNagriks using Internet
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 6, 2023
Under the IT rules notified in April, 2023 - it is a legal obligation for platforms to
➡️ensure no misinformation is posted by any user AND
➡️ensure that when reported by… https://t.co/IlLlKEOjtd