શોધખોળ કરો

16GB રેમ વાળો OnePlus 13T ભારતમાં નવા નામથી થશે લૉન્ચ, કંપનીએ કર્યુ કન્ફોર્મ

OnePlus 13T Launch Soon: ચીનમાં લોન્ચ થયેલા OnePlus 13T ની જેમ, આ ફ્લેગશિપ સ્માર્ટફોન 6.32-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવશે

OnePlus 13T Launch Soon: OnePlus 13T ગયા અઠવાડિયે ચીની બજારમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ OnePlus ફોન 16GB RAM, 6260mAh બેટરી જેવા શક્તિશાળી ફિચર્સ સાથે આવે છે. કંપની ટૂંક સમયમાં આ ફોન ભારત સહિત વૈશ્વિક બજારમાં લૉન્ચ કરવા જઈ રહી છે. જોકે, આ ફોન નવા નામ સાથે લૉન્ચ કરવામાં આવશે. વનપ્લસ ઇન્ડિયાએ 'કમિંગ સૂન' લખેલા પૉસ્ટર સાથે ફોનનો ટીઝ કર્યો છે, જે સૂચવે છે કે તે ટૂંક સમયમાં ભારતીય બજારમાં લૉન્ચ થશે. પોસ્ટરની ડિઝાઇન જોતાં, તે OnePlus 13T જેવું લાગે છે.

OnePlus આ ફોનને ભારત સહિત વૈશ્વિક બજારમાં OnePlus 13s નામથી લોન્ચ કરશે. આ સ્માર્ટફોન OnePlus 13 ની જેમ Qualcomm Snadpragon 8 Elite પ્રોસેસર સાથે આવશે. આમાં પણ કંપનીએ કોમ્પેક્ટ ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે. OnePlus 13T ને ચીની બજારમાં CNY 3,399 (આશરે રૂ. 39,000) ની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં તેની કિંમત OnePlus 13 કરતા ઓછી અને OnePlus 13R કરતા વધુ હોઈ શકે છે.

OnePlus 13s ના ફિચર્સ 
ચીનમાં લોન્ચ થયેલા OnePlus 13T ની જેમ, આ ફ્લેગશિપ સ્માર્ટફોન 6.32-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવશે, જે 120Hz ઉચ્ચ રિફ્રેશ રેટ અને 1600 nits સુધીની ટોચની તેજને સપોર્ટ કરશે. OnePlus 13T ની જેમ, આ ફોનમાં મેટાલિક ફ્રેમ હોઈ શકે છે.

આ ફોન OnePlus 13 જેવા Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસરને સપોર્ટ કરી શકે છે. તેમાં 16GB RAM અને 1TB સ્ટોરેજ હશે. આ ફોન 4400mm2 ગ્લેશિયર વેપર ચેમ્બર (VC) કૂલિંગ સાથે આવી શકે છે, જે ફોનને ગરમ થવા દેશે નહીં. આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત OxygenOS 15 પર કામ કરશે.

OnePlus 13T ના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. આ ફોનમાં 50MP મુખ્ય OIS કેમેરા અને 50MP ટેલિફોટો કેમેરા હોઈ શકે છે. ફોનનો પાછળનો કેમેરા 2x ઓપ્ટિકલ ઝૂમ અને 20x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરી શકે છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP કેમેરા હશે.

આ સ્માર્ટફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IP65 રેટિંગ, Wi-Fi7, બ્લૂટૂથ 5.4, GPS, NFC જેવા ફીચર્સ સાથે આવશે. આ ફોનમાં 6,260mAh બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?

Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

Embed widget