શોધખોળ કરો
Advertisement
Realme C3 સ્માર્ટફોન ભારતમાં આજે થશે લોન્ચ, જાણો તેના ખાસ ફીચર્સ
કંપનીનું કહેવું છે કે, આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો જી70 ચિપસેટ લાગેલ હશે.
નવી દિલ્હીઃ રિયલમી C3 સ્માર્ટફોનમાં આજે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોન રિયલમી C2નું અપડેટ વર્ઝન હશે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા હશે. કંપનીએ પહેલા જ ટીઝર દ્વારા આ ફોન વિશે જણાવવાનું શરૂ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે, આ પ્રથમ રિયલમીનો સ્માર્ટફોન હશે જે આઉટ-ઓફ-ધ-બોક્સ મતલબ પહેલાથી જ રિલમી યૂઆઈની સાથે આવશે.
ચિપસેટથી ફોન બનશે ખાસ
કંપનીનું કહેવું છે કે, આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો જી70 ચિપસેટ લાગેલ હશે. જણાવીએ કે આ ચિપસેટને મીડિયાટેકે વિતેલા મહિને જ લોન્ચ કરી હતી. ગેમિંગ માટે આ ચિપસેટ સારી ગણવામાં આવે છે. મીડિયાટેકે આ ચિપસેટને લો એન્ડ સેગમેન્ટ અને મિડ રેન્જ માટે રજૂ કરી છે. આ ઓક્ટા-કોર ચિપસેટ છે. સાથે જ આ ચિપસેટમાં 2 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડવાળા બે કોર્ટેક્સ-એ75 કોર આપવામાં આવ્યા છે. ઉપરાંત છ 1.75 ગીગાહર્ટ્ઝ ક્લોક-સ્પીડવાળા કોર્ટેક્સ-એ55 કોર આપવામાં આવ્યા છે. જે તમારા ફોનના પરફોર્મન્સને શાનદાર બનાવી દેશે. સાથે જ તે તમને સારો ગેમિંગ અનુભવ આપશે.
આ હશે ફોનમાં ફીચર્સ
કંપનીનું કહેવું છે કે, રિયલ મી C3ના બેકમાં બે કેમેરા લાગેલ હશે. તેનો મુખ્ય કેમેરો 12-મેગાપિક્સલનો હશે. સાથે જ તેનો બીજો કેમેરો 2-મેગાપિક્સલના ડેપ્થ સેન્સરની સાથે આવશે. તેનો ફ્રન્ટ કેમેરાને લઈને કંપનીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. કહેવાય છે કે, ફોન એન્ડ્રોઈડ 10 પર બેસ્ડ હશે. રિયલમી સી3 સ્માર્ટફોન 6.5-ઇંચની ડીસ્પ્લે સાથે આવશે. ફોનની ડિસ્પ્લે વોટરડ્રોફ સ્ટાઈલ નોચની સાથે આવશે. સાથે જ આ સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પણ લાગેલ હશે.
ફોટનની બેટરીની વાત કરીએ તો તેમાં 5,000 એમએએચની બેટરી હશે. આ ફોનને બે વેરિયન્ટમાં લોચ કરવામાં આવશે. 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજવાળા બે વેરિયન્ટ તેમાં સામેલ છે. કંપનીએ ફોનની કિંમતને લઈને હજુ સુધી કોઈપણ જાણકારી આપી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement