શોધખોળ કરો

Smartphone: આઇફોનને ટક્કર આપવા Realme લાવી રહી છે ધાંસૂ ફોન, 6500mAh બેટરી સાથે હશે 16GB રેમ

Upcoming Smartphone: Realme GT 7 ને 3C સર્ટિફિકેશન સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. આ ફોન મૉડેલ નંબર RMX5090 સાથે જોવા મળ્યો છે

Upcoming Smartphone: Realme એ તાજેતરમાં ભારતીય બજારમાં Realme GT 7 Pro લૉન્ચ કર્યો હતો, જેમાં 16GB RAM અને Qualcomm Snapdragon 8 Elite પ્રૉસેસર જેવા શાનદાર ફિચર્સ હતા. Realme તેના પાવરફૂલ સ્માર્ટફોન માટે જાણીતું છે. કંપનીએ તાજેતરમાં ભારતીય બજારમાં Realme GT 7 Pro લૉન્ચ કર્યો હતો, જેમાં 16GB RAM અને Qualcomm Snapdragon 8 Elite પ્રૉસેસર જેવા શાનદાર ફિચર્સ હતા. હવે સમાચાર એ છે કે કંપની આ કેટેગરીના બેઝ મૉડેલ, Realme GT 7, લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

Realme GT 7 ને લિસ્ટ કરવામાં આવ્યો - 
Realme GT 7 ને 3C સર્ટિફિકેશન સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. આ ફોન મૉડેલ નંબર RMX5090 સાથે જોવા મળ્યો છે. આ ડિવાઇસ 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. લિસ્ટિંગ મુજબ, ફોનમાં 11VDC-11A પાવર આઉટપુટ હશે. Realme GT 7 ને 4.3GHz ક્લૉક સ્પીડવાળા પ્રૉસેસર પર લૉન્ચ કરી શકાય છે. તેમાં સ્નેપડ્રેગન X એલીટ ચિપસેટ હોવાની અપેક્ષા છે. આ સ્માર્ટફોન 8GB થી 16GB રેમ અને 128GB થી 1TB ઇન્ટરનલ સ્ટોરેજના વિકલ્પોમાં ઉપલબ્ધ હોઈ શકે છે. આ ફોનમાં 6.78-ઇંચની મોટી AMOLED સ્ક્રીન હશે, જે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે. પાવર બેકઅપ માટે તેમાં 6,500mAh ની મોટી બેટરી આપી શકાય છે. આ બેટરી 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે, જેનાથી ફોન ઝડપથી ચાર્જ થશે.

કેમેરા અને અન્ય ફિચર્સ હશે હટકે - 
પાછળના પેનલ પર ડ્યૂઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. તેમાં 50MP પ્રાઇમરી સેન્સર અને 8MP સેકન્ડરી લેન્સ હોઈ શકે છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા હશે. Realme GT 7 Pro પહેલાથી જ તેના ઉચ્ચ-સ્તરીય ફીચર્સ માટે લોકપ્રિય બની રહ્યું છે: તેમાં 6.78-ઇંચ 1.5K ક્વાડ-કર્વ્ડ ઇકો OLED સ્ક્રીન હશે. આ ફોન ક્વોલકૉમ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રૉસેસર સાથે આવશે. તેમાં 50MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 16MP ફ્રન્ટ કેમેરા હશે. પાવર માટે, તેમાં 5800mAh ટાઇટન બેટરી હશે જે 120W અલ્ટ્રા ચાર્જિંગને સપોર્ટ કરશે.

કિંમત 60 હજાર રૂપિયાથી શરૂઆત - 
Realme GT 7 ની કિંમત 60 હજાર રૂપિયાથી શરૂ થવાની શક્યતા છે. પરંતુ સ્પષ્ટ માહિતી ફક્ત લૉન્ચ દરમિયાન જ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, આ ફોન સ્ટાઇલિશ ડિઝાઇન અને શક્તિશાળી સુવિધાઓ સાથેનો પ્રીમિયમ સ્માર્ટફોન હશે.

આ પણ વાંચો

BSNL BiTV: હવે 450+ લાઇવ ટીવી ચેનલ મફતમાં જુઓ, BSNLના આ પ્લાને મચાવી દીધી ધમાલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget