6000mAh બેટરી અને IP69 રેટિંગ સાથે લૉન્ચ થયો Realme નો નવો 5G ફોન, જાણો કિંમત અને ફિચર્સ
Realme 14X 5G: ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે

Realme 14X 5G: સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ આજે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Realme 14X 5G લૉન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનમાં 6000mAhની પાવરફૂલ બેટરી આપી છે. કંપનીએ ફોનને વૉટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે રજૂ કર્યો છે. આ મિડ-સેગમેન્ટ સ્માર્ટફોન IP68 અને IP69 વૉટર રેઝિસ્ટન્સ, સોનિકવેવ વૉટર ઇજેક્શન અને રેઇન વૉટર સ્માર્ટ ટચ જેવી બેસ્ટ સુવિધાઓ પ્રદાન કરે છે.
Realme 14X 5G Specifications -
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, Realme 14x 5Gમાં 6.67-ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે રિઝૉલ્યૂશન 1604x720 પિક્સેલ અને 120Hz સુધી રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે. આ સિવાય આ સ્માર્ટફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્શન 6300 ચિપસેટ પ્રૉસેસરથી સજ્જ છે. ફોનમાં 8GB સુધીની રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ પણ છે. ઉપકરણમાં માઇક્રોએસડી કાર્ડ સ્લૉટ પણ છે જેની મદદથી ફોનના સ્ટૉરેજને 2TB સુધી વધારી શકાય છે.
કેમેરા સેટઅપ
ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. આ ઉપકરણ હાઇબ્રિડ ડ્યૂઅલ સિમ સપૉર્ટ સાથે આવે છે અને Android 15 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત Realme UI 5.0 પર ચાલે છે. ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને અલ્ટ્રા-લીનિયર બૉટમ-પૉર્ટેડ સ્પીકર પણ છે. IP68 અને IP69 રેટિંગના કારણે આ ફોન પાણી અને ધૂળથી સુરક્ષિત છે. પાવર માટે સ્માર્ટફોનમાં 6,000 mAhની મોટી અને પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી 45W ફાસ્ટ ચાર્જિંગને સપૉર્ટ કરે છે.
The #Dumdaar5GKiller has finally arrived.
— realme (@realmeIndia) December 18, 2024
Get yours now for ₹14,999(6+128GB) or ₹15,999(8+128GB) and avail benefits of up to ₹1000 discount. Offer valid from 18th December - 22nd December.
Buy nowhttps://t.co/0sHFyEorExhttps://t.co/DUdbXsmTQP
કેટલી છે કિંમત
કંપનીએ સ્માર્ટફોનના 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા રાખી છે. જ્યારે તેના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનને ક્રિસ્ટલ બ્લેક, ગૉલ્ડન ગ્લૉ અને જ્વેલ રેડ જેવા ત્રણ રંગોમાં માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તમે આ ફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ તેમજ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.
Poco M7 Pro 5G ને મળશે ટક્કર
Poco M7 Pro 5Gમાં 6.67 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે. સાથે જ, કંપનીએ ડિસ્પ્લે માટે કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ 5 પ્રૉટેક્શન આપ્યું છે. આ ફોન MediaTek ડાયમેન્શન 7025 અલ્ટ્રા પ્રૉસેસરથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં 8GB સુધીની રેમ પણ આપવામાં આવી છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા પણ છે. આ ફોનના ટોપ વેરિઅન્ટની કિંમત પણ 15999 રૂપિયા રાખવામાં આવી છે.
આ પણ વાંચો
Year Ender 2024: આ વર્ષે વૉટ્સએપમાં આવ્યા છે આ પાંચ નવા ફિચર, આખો ચેટિંગ અંદાજ બદલાઇ ગયો...
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
