શોધખોળ કરો
Advertisement
જો વધારે ડેટાની જરૂર હોય તો પસંદ કરો BSNLના આ ખાસ પ્લાન, જાણો કેટલી છે કિંમત
દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની જિયો અને એરટેલને ટક્કર આપવા માટે સરકારી કંપની BSNL પોતાના યૂઝર્સને સસ્તા પ્લાન ઓફર કરી રહ્યું છે, જે માત્ર 16 રૂપિયાથી શરૂ થાય છે.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની જિયો અને એરટેલને ટક્કર આપવા માટે સરકારી કંપની BSNL પોતાના યૂઝર્સને સસ્તા પ્લાન ઓફર કરી રહ્યું છે, જે માત્ર 16 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય કંપની અનલિમિટેડ કૉમ્બો પ્રીપેડ પ્લાન પણ આપે છે. ડેટા પૂરો થયા બાદ આ પ્લાનથી ઘણી મદદ મળે છે. આજે અમે તમને આ પ્લના વિશે જાણકારી આપી રહ્યા છીએ.
BSNL નો 16 રૂપિયાનો ડેટા પેક
BSNL પોતાના યૂઝર્સને 16 રૂપિયાના પ્લાન ઓફર કરે છે. જેને યૂઝર્સે બીજા પ્લાન સાથે એક્ટિવ કરાવી શકે છે. આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી એક દિવસની છે. જો તમારો ડેઈલી ડેટા ખતમ થઈ જાય તો તમે આ પ્લાન લઈ શકો છો. રિલાયન્સ જિયો પણ પોતાના યૂઝર્સને 21 રુપિયમાં આ પ્રકારનો પ્લાન આપે છે.
BSNL નો 57 રૂપિયાનો પ્લાન
જો તમારે વધારે ડેટાની જરૂર છે તો તમે BSNLનો 57 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાનમાં તમને 10 જીબી ડેટા મળશે. આ પ્લાન 10 દિવસ માટે વેલિડ છે. આ જિયોના 51 રૂપિયાના પ્લાનને ટક્કર આપે છે.
BSNL નો 98 રૂપિયાનો પ્લાન
BSNL ના યૂઝર્સ માટે અન્ય એક 98 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ છે. 22 દિવસની વેલિડિટીના આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ સાથે જ યૂઝર્સને EroS Now નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. બીએસએનએલનો આ પ્લાન જિયોના 101 રૂપિયાના પ્લાનને ટક્કર આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion