Samsung Galaxy M35 5G ભારતમાં લૉન્ચ, મીડરેન્જ પ્રાઇસમાં મળશે દમદાર કેમેરા અને મોટી બેટરી, વાંચો ડિટેલ
Samsung Galaxy M35 5G ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ પહેલા આ ફોનની ગ્લૉબલ શરૂઆત કરી હતી, પરંતુ હવે તેણે તેને ભારતમાં પણ લૉન્ચ કરી દીધો છે
Samsung Galaxy M35 5G ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ પહેલા આ ફોનની ગ્લૉબલ શરૂઆત કરી હતી, પરંતુ હવે તેણે તેને ભારતમાં પણ લૉન્ચ કરી દીધો છે. આ સેમસંગનો મિડરેન્જ 5G સ્માર્ટફોન છે. આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા અને ભૌમિતિક જિઓમેટ્રિકલ પેટર્ન ડિઝાઇન સાથે એટ્રેક્ટ્રિવ બેક પેનલ છે. આ ફોન કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ પ્રૉટેક્શન સાથે આવે છે, જેના કારણે તે સ્ક્રીનની મજબૂતાઈમાં વધારો કરે છે. અમે તમને અહીં આ ફોનના સ્પેસિફિકેશન અને કિંમત વિશે માહિતી આપી રહ્યાં છીએ.
Samsung Galaxy M35 5G ના સ્પેશિફિકેશન્સ
ડિસ્પ્લે: - આ ફોનમાં 6.6-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે છે, જે ફુલ HD+ રિઝૉલ્યૂશન, 2340×1080 પિક્સેલ્સ, 120Hz રિફ્રેશ રેટ, 1000 nits ની પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રૉટેક્શન સાથે આવે છે.
પ્રૉસેસરઃ - આ ફોનમાં પ્રૉસેસર માટે Samsung Exynos 1380 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગ્રાફિક્સ માટે Mali-G68 MP5 GPU સાથે આવે છે.
બેક કેમેરાઃ - આ ફોનની પાછળ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય કેમેરો 50MP છે, જે OIS સપોર્ટ સાથે આવે છે. તેનો બીજો કેમેરો 5MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સાથે આવે છે અને ત્રીજો કેમેરો પણ 5MP મેક્રો લેન્સ સાથે આવે છે. આ ફોનમાં 30fpsના દરે 4K રેકોર્ડિંગની સુવિધા પણ છે.
ફ્રન્ટ કેમેરાઃ - સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે કંપનીએ આ ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.
સૉફ્ટવેરઃ - તેમાં એન્ડ્રોઇડ 14 પર આધારિત OneUI 6.1નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બેટરી અને ફાસ્ટ ચાર્જિંગઃ - સેમસંગે આ ફોનમાં 6000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપ્યો છે.
કનેક્ટિવિટીઃ - કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ ડીઆઈએમ, 5જી, 4જી એલટીઈ, વાઈફાઈ 6, બ્લૂટૂથ 5.3, જીપીએસ, એનએફસી સપોર્ટ છે.
કલર્સઃ - આ ફોનને મૂનલાઇટ બ્લૂ, ડેયબ્રેક બ્લૂ અને થન્ડર ગ્રે કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
Samsung Galaxy M35 5Gની કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ Samsung Galaxy M35 5Gને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે.
પહેલુ વેરિએન્ટઃ 6GB+128GB - 19,999 રૂપિયા
બીજો વેરિએન્ટઃ 8GB+128GB - 21,999 રૂપિયા
ત્રીજુ વેરિએન્ટઃ 8GB+256GB - 24,999 રૂપિયા
આ ફોન એમેઝોન સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ અને વિવિધ રિટેલ સ્ટોર પાર્ટનર્સ દ્વારા ખરીદી શકાય છે. આ મર્યાદિત સમયની ઓફર છે. આ ઑફર હેઠળ સેમસંગ તમામ વેરિઅન્ટ્સ પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સિવાય ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 2000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.