શોધખોળ કરો
Advertisement
WhatsAppના વિકલ્પ તરીકે તૈયાર થઈ રહી છે સરકારી એપ Sandes, જાણો શું છે ખાસ
એક વખત ડાઉનલોડ કર્યા બાદ તમે તમારા મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને એપ પર સાઇન અપ કરી શકો છો.
WhatsApp અને બીજી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપના વિકલ્પ તરીકે સરકારે Sandes એપ ડેવલપ કરી છે. તેને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે લોન્ચ કરી છે. આ નવા પ્લેટફોર્મ હાલની સરાકીર ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ (GIMS)નું અપગ્રેડ વર્ઝન હશે જે સરકારી અધિકારીઓને વોટ્સએપ જેવી એપ સર્વિસ આપવા માટે વિકસિત કરવામાં આવી હતી.
Sandes એપનો ઉપયોગ સરકારી અધિકારી અને હાલના યૂઝર્સ બન્ને કરી શકે છે. તેમાં સાઈન અપ માટે મોબાઈલ નંબર અથવા સરકારી ઇમેલ આઈડીની જરૂરત પડે છે. એક વખત સાઈન અપ કર્યા બાદ યૂઝર મેસેજ મોકલી શકે છે અને મેળવી શકે છે અને સાથે જ મલ્ટીમીડિયા કન્ટેન્ટ પણ મોકલી શકે છે. વોટ્સઅપ અને અન્ય મુખ્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની જેમ જ Sandesને પણ એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ટેડ ગણાવવામાં આવી છે.
Sandes app માટે આ રીતે કરો સાઈન અપ
તમારે શરૂઆતમાં તમારા મોબાઈલ સરકારના GIMS portalના માધ્યમથી Sandes એપ ડાઉનલોડ કરવાની રહેશે. એન્ડ્રોઈડ 5.0 અને ત્યાર બાદના વર્ઝન પર તે ચાલશે. IOS યૂઝર્સ એપ સ્ટોરથી તે ડાઉનલોડ કરી શકે છે.
એક વખત ડાઉનલોડ કર્યા બાદ તમે તમારા મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને એપ પર સાઇન અપ કરી શકો છો. એપ્લિકેશન તમારા ઓધેન્ટિકેશન માટે છ આંકડાનો ઓટીપી મોકલશે. ઈમેલ આઈડી માત્ર સરકારી આઈડી સુધી જ મર્યાદિત છે. જો તમે જીમેલ, હોટમેલ અથવા અન્ય ઈમેલ એકાઉન્ટથી સાઇન અપ કરવાનો પ્રયત્ન કરો છો તો તમે એક નોટિસ જોવા મળશે જેમાં જણાવશે કે એ ડોમેનના ઈમેલ માન્ય નથી. તમારે તમારો ફોન નંબરનો ઉપયોગ કરીને જ સાઇન અપ કરવાનું રહેશે.
Sandes vs WhatsApp
સરકારી Sandes એપ અને વોટ્સઅપમાં અનેક સામ્યતાઓ અને તફાવત છે. સૌથી મોટો તફાવત Sandes એપ પર તમારું ઈમેલ આઈડીના ઉપયોગથી સાઇન અપ કરવાનો વિકલ્પ છે. હાલમાં સરકારી અધિકારીઓ ઇમેલ આઈડીનો ઉપયોગ કરી શકે છે. આ ફંક્શન વોટ્સઅપ પર નથી. વોટ્સઅપ પર સાઈન કરવા માટે મોબાઈલ નંબરની જરૂરત હોય છે. Sandes એપ સરકારી કર્મચારીઓ માટે વેરીફાઈડ એકાઉન્ટને પણ સપોર્ટ કરે છે. બીજી બાજુ વોટ્સઅપમાં એવું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion