Offer: સારી બેટરી, સારુ સ્ટૉરેજ અને શાનદાર કેમેરા... માત્ર 699 રૂપિયામાં ખરીદો Motorolaનો આ ધાંસુ 5G ફોન
હાલમાં એક ઓફર છે, જે અંતર્ગત તમે માત્ર 699 રૂપિયામાં એક 5G સ્માર્ટફોન ખરીદી શકો છો, આ સ્માર્ટફોનમાં તમને 5000mah ની મોટી બેટરી અને 8 જીબી રેમ મળશે.
નવી દિલ્હીઃ ભારતી એરટેલ અને રિલાયન્સ જિઓના 5G નેટવર્કના લૉન્ચ કર્યા બાદ હવે દેશમાં 5G ફોનની રેસ લાગી ગઇ છે, એક પછી એક કંપની પોતાના 5G સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે, અને સસ્તામાં સેલ પણ કરી રહી છે. લોકો પણ હવે નવી જનરેશન સાથે 4Gથી હટીને 5Gમાં સ્વીચ કરી રહ્યાં છે, જો તમે એક સારો 5G ફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે.
હાલમાં એક ઓફર છે, જે અંતર્ગત તમે માત્ર 699 રૂપિયામાં એક 5G સ્માર્ટફોન ખરીદી શકો છો, આ સ્માર્ટફોનમાં તમને 5000mah ની મોટી બેટરી અને 8 જીબી રેમ મળશે.
હાલમાં ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર મોટોરોલા G62 5G સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. આમ તો માર્કેટમાં આ સમાર્ટફોનની કિંમત 21,999 રૂપિયા છે, પરંતુ ઓફર અંતર્ગત ફ્લિપકાર્ટ પર મોબાઇલ ફોનને 14,999 રૂપિયામાં વેચવા માટે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન પર ઘણીબધી બીજી ઓફર પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
આવી રીતે મળશે માત્ર 699 રૂપિયામાં -
મોટોરોલા G62 5જી સ્માર્ટફોન પર ગ્રાહકોને એક્સચેન્જ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત તમે 14,300 રૂપિયા સુધીની બચત કરી શકો છે, એટલેકે તમને એક્સચેન્જ ઓફરનો લાભ પણ મળે છે, તો તમે માત્ર 699 રૂપિયામા મોટોરોલા g62 5જી સ્માર્ટફોનને પોતાનો બનાવી શકો છો.
મોટોરોલા G62 5જીના ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ -
ફોનમાં તમને 2400x1082 પિક્સલ રેઝોલૂશન સાથે 6.5 ઇંચની ફુલ એચડી+ડિસ્પ્લે મળશે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટ અને 20:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. ફોન 8જીબી સુધીની રેમ અને 128જીબી સુધીના ઈન્ટરનલ સ્ટોરેજથી લેસ છે. પ્રોસેસર તરીકે તેમાં સ્નેપડ્રેગન 695 ચિપસેટ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે મોટોના આ 5જી ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે.
તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને એક 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો સામેલ છે. સેલ્ફી માટે ફોનમાં કંપનીએ 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 20 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 12 પર કામ કરે છે. 1ટીબી સુધી માઇક્રો એસડી કાર્ડને સપોર્ટ કરનાર આ ફોનમાં કનેક્ટિવિટી માટે 5જી સિવાય 4જી, Wifi 802.11 a/b/g/n/ac, બ્લૂટૂથ 5.1 અને 3.5mm હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવ્યો છે. ફોન મિડનાઇટ ગ્રે અને ફ્રોસ્ટેડ બ્લૂ કલરમાં આવે છે.