Social Media: આ દેશમાં હવે નહીં શેર કરી શકાય ખોટી કે અશ્લીલ પૉસ્ટ, થશે કરોડો રૂપિયાનો દંડ, નવો નિયમ લાગુ
તાજેતરમાં જ હવે સિંગાપુરમાં સોશ્યલ મીડિયા પર કાબુ મેળવવા માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે
New Rules for Social Media Plateforms: હાલના સમયમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે ના પુછો વાત. આના પર તમામ દેશો જરૂરિયાત પ્રમાણે કાર્યવાહી અને નિયમો બનાવતા રહે છે. તાજેતરમાં જ હવે સિંગાપુરમાં સોશ્યલ મીડિયા પર કાબુ મેળવવા માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સિંગાપુરની સંસદે સોશ્યલ મીડિયા પર ખોટી-અફવા કે અશ્લી કન્ટેન્ટ ને રોકવા માટે એક કાયદો બનાવ્યો છે, જેથી હવે આનુ ઉલ્લંઘન કરનારાઓ પર કડક સજા અને દંડ થઇ શકે છે. જાણો શું છે નવો કાયદો અને નિયમ...
આ છે નિયમ -
ઇન્ટરનેટ પર શેર થનારી હાનિકારક કન્ટેન્ટના દુષ્પરિણામને ધ્યાનમાં રાખતાં, સિંગાપુરની સંસદે એક કાયદો પસાર કર્યો છે, આ કાયદા અનુસાર, સોશ્યલ મીડિયા સાઇટ્સ પર અપલૉડ થનારી હાનિકારક કન્ટેન્ટ પર આ સાઇટ્સને ઓછામાં ઓછા સમયમાં બ્લૉક કરવી પડશે. જો સંબંધિત પ્લેટફોર્મ આ પ્રકારની કન્ટેન્ટને હટાવવાની ના પડે છે, તો ઇન્ફોકૉમ મીડિયા ડેવલમેન્ટ ઓથોરિટી એટલે કે (IMDA), ઇન્ટરનેટ એક્સેસ સર્વિસ પ્રૉવાઇડર કંપની માટે સરકાર યૂઝર્સ પાસેથી એક્સેસને બ્લૉક કરવા માટે નિર્દેશ જાહેર કરી શકે છે.
આટલો કરોડનો થશે દંડ -
સિંગાપુરની સંસદે ચર્ચા દરમિયાન સંચાર અને સૂચના મંત્રી જોસેફિન ટીઓએ સંસદમાં કહ્યું- અમારો પ્રયાસ લક્ષિત રીતે નુકશાનના ક્ષેત્રની જાણકારી મેળવીને, તેની ઓળખ કરવાનો છે, એટલે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કાનૂન અંતર્ગત નિયમોનુ પાલન નથી કરતા, અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી હાનિકારક કન્ટેન્ટની પહોંચને થોડાક કલાકોમાં જ બ્લૉક નથી કરતા, તો તેની વિરુદ્ધ વધુમાં વધુ 1 મિલિયન સિંગાપુર ડૉલર (લગભગ 5.81 કરોડ ભારતીય રૂપિયા) સુધીનો દંડ કરવામાં આવશે.
આ રીતે રોકાશે ખોટી અને અશ્લીલ કન્ટેન્ટને -
નવા કાયદાની જોગવાઇઓ અનુસાર, જો કોઇ ઓનલાઇન પ્લેટફોર્મ કે કૉમ્યુનિકેશન સર્વિસ ખોટી કે અફવા કે અશ્લીલ કન્ટેન્ટને બંધ નથી કરતી, તો IMDA તે ઇન્ટરનેટ એક્સેસ સર્વિસ પ્રૉવાઇડરને સિંગાપુરમાં યૂઝર્સને નિર્દેશ જાહેર કરીને તેના એક્સેસને બ્લૉક કરાવી શકે છે.
સિંગાપુર સરકારે ઓનલાઇન સુરક્ષા (વિવિધ સંશોધન) વિધેયકને સિંગાપુરની સંસદમાં પહેલીવાર 3 ઓક્ટોબરે રજૂ કર્યો હતો, આ વિધેયક IMDA ને સિંગાપુરના લોકો માટે હાનિકારક ઓનલાઇન કન્ટેન્ટથી નિપટવા અને તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે, પરંતુ સિંગાપુરના પ્રસારણ અધિનિયમ દેશની સીમાઓથી બહારથી ચાલનારી સંસ્થાઓ પર લાગુ નથી થતો.