Hanuman Jayanti 2023 Stickers: વૉટ્સએપ આ રીતે બનાવીને દોસ્તોને મોકલો 'હનુમાન જયંતિ'ના સ્ટીકર, આવી છે પ્રૉસેસ......
તમે તમારા વૉટ્સએપથી તમારા દોસ્તો અને સ્નેહીજનોને સારામાં સારા 'હનુમાન જયંતિ'ના સ્ટીકર્સ મોકલવા માંગો છો, તો અહીં અમે તેમને એક બેસ્ટ અને ઇઝી પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. જાણો....
Hanuman Jayanti 2023 Stickers: આગામી 5 એપ્રિલ, 2023ના દિવસે દેશભરમાં પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ એટલે કે 'હનુમાન જયંતિ'ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 'હનુમાન જયંતિ' આમ તો હિન્દુ ધર્મનો મોટો તહેવાર માનવામાં આવે છે, આ દિવસે લોકો એકબીજાને 'હનુમાન જયંતિ'ની શુભેચ્છા પણ પાઠવે છે, જોકે, આજના આધુનિક યુગમાં જો તમે તમારા સગા-સંબંધી કે દોસ્તોને 'હનુમાન જયંતિ'ની શુભેચ્છા પાઠવવા માટે ડિજીટલ વેનો ઉપયોગ કરો છો, તો તમારા માટે વૉટ્સએપ સ્ટીકર બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ માટે તમારે અહીં બનાવેલા ખાસ લેટેસ્ટ 'હનુમાન જયંતિ' સ્ટીકર્સનો ઉપયોગ કરવો પડશે.
તમે તમારા વૉટ્સએપથી તમારા દોસ્તો અને સ્નેહીજનોને સારામાં સારા 'હનુમાન જયંતિ'ના સ્ટીકર્સ મોકલવા માંગો છો, તો અહીં અમે તેમને એક બેસ્ટ અને ઇઝી પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. જાણો....
WhatsApp પર આ રીતે મોકલો Hanuman Jayanti 2023 Stickers -
સૌથી પહેલા તમારે પોતાના Android સ્માર્ટફોનમાં Whatsapp ને ઓપન કરવાનુ છે.
હવે જે પણ ચેટ ગૃપમાં તમારે 'હનુમાન જયંતિ'ના સ્ટીકરો મોકલવા છે, તે ચેટને ઓપન કરો.
હવે ચેટમાં ટાઇપિંગ પર દેખાઇ રહેલી Emoji પર ટેપ કરો.
અહીં તમારે Emoji, Gif અને Stickersનો ઓપ્શન દેખાશે. તમે Stickers પર ક્લિક કરીને + આઇકૉન પર ટેપ કરી દો.
આ પછી બૉટમમાં દેખાઇ રહેલી Discover Stickers Apps પર ટેપ કરો.
નેક્સ્ટ વિન્ડોમાં ઉપર દેખાઇ રહેલા સર્ચ બારમાં જઇને Hanuman Jayanti 2023 Stickers લખીને ટાઇપ કરો.
હવે તમારે કેટલીય એપ્સના ઓપ્શન દેખાશે, અહીંથી તમે તમારી પસંદગીનુ સ્ટીકર એપને ડાઉનલૉડ કરી શકો છો.
એપ ડાઉનલૉડ થયા બાદ તમે જ્યારે તમે આને ઓપન કરશો તો તમારે કેટલાય સ્ટીકર પેક દેખાશે.
અહીં જે પણ પેક તમને પસંદ આવે છે, તેના બાજુમાં દેખાઇ રહેલા + આઇકૉન પર ટેપ કરો અને ADD પર ક્લિક કરી દો.
હવે જ્યારે પણ તમે વૉટ્સએપ ઓપન કરશો, અને સ્ટીકર પર જશો, તો તમારે ઉપર ડાઉનલૉડેડ સ્ટીકર પેક દેખાશે. આ પેકમાંથી તમે કોઇપણ સ્ટીકર પોતાના દોસ્તો તથા પરિવારજનોને આસાનીથી મોકલી શકો છો.
Salangpur Hanuman: હનુમાન જયંતિ પર સાળંગપુર દર્શને જવાનો છે પ્લાન ? પહેલા વાંચી લો આ સમાચાર
Salangpur Hanuman: હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે સાળંગપુર હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોવાથી હનુમાન જયંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી ભાવનગર,વલભીપુર અને બોટાદ જવા માટે કેરિયા ઢાળ લાઠીદડ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ જવા માટે બોટાદ -રણપુર મિલેટરી રોડ ધંધુકા થઈ પસાર થવાનું રહેશે. જ્યારે બોટાદથી બરવાળા જવા માટે સેથળી -સમઢીયાળા-લાઠીદડ કેરિયા ઢાળ થઈ પસાર થવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા, બરવાળા તેમજ ભાવનગર, વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ જતા વાહનો માટે બરવાળા ટી પોઇન્ટથી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવશે. ગુદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઈન રોડ ઉપર સદંતર વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યાંથી માત્રા ચાલીને જઈ શકાશે. ઇમરજન્સી સેવાઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.