Jio AirFiber: જિઓ ફાઇબરની ફ્રી સર્વિસ જોઇએ છે ? જલદી કરો ક્યાંક ખતમ ના થઇ જાય ઓફર
Jio કંપની તેના યૂઝર્સને 50 દિવસ માટે એરફાઈબર સર્વિસ બિલકુલ ફ્રી આપી રહી છે
Jio AirFiber: ભારતમાં વાયર્ડ બ્રૉડબેન્ડ સર્વિસના વિસ્તરણ પછી જિઓએ પણ વાયરલેસ બ્રૉડબેન્ડ સર્વિસનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું છે. Jioની વાયરલેસ બ્રૉડબેન્ડ સર્વિસનું નામ Jio AirFiber છે. આ સર્વિસ થોડા મહિના પહેલા જ શરૂ કરવામાં આવી હતી, અને કંપનીએ તેને ભારતના 5000 થી વધુ શહેરોમાં વિસ્તારી છે. કંપનીએ Jio AirFiberની સેવાને પ્રમૉટ કરવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે, જેમ કે તેણે Jio સિમ લૉન્ચ કરતી વખતે કર્યું હતું.
જિઓ એરફાઇબરની ફ્રી સર્વિસ
વાસ્તવમાં, Jio કંપની તેના યૂઝર્સને 50 દિવસ માટે એરફાઈબર સર્વિસ બિલકુલ ફ્રી આપી રહી છે. આ ઑફર હેઠળ Jio AirFiberના વર્તમાન ગ્રાહકો અને નવા ગ્રાહકો બંનેને 50 દિવસ માટે મફત વાયરલેસ બ્રૉડબેન્ડ સેવા મળી રહી છે. ટેલિકોમ ટોકના તાજેતરના અહેવાલ મુજબ, Jio તેના કેટલાક પસંદગીના યૂઝર્સને 50 દિવસ માટે મફત એરફાઇબર સર્વિસ પ્રદાન કરી રહ્યું છે. અમે અહીં આ શબ્દનો પસંદગીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે જે લોકો Jio True 5G યુઝર્સ છે અને ઓછામાં ઓછા છેલ્લા બે અઠવાડિયાથી Jioના 5G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે તેઓ જ Jio AirFiberની ફ્રી સર્વિસનો ઉપયોગ કરી શકશે.
આ ઉપરાંત Jio AirFiberની આ ફ્રી ઑફર ફક્ત તે જ યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે જેઓ 599થી વધુના પ્લાનનો ઉપયોગ કરે છે. આ પ્લાન હેઠળ યૂઝર્સે 6 કે 12 મહિના માટે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે અને પછી તેમને 6 કે 12 મહિના માટે એરફાઈબર દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાની સુવિધા મળશે.
30 એપ્રિલ સુધી ઓફર ઉપલબ્ધ
Jio એ આ ઑફર 16 માર્ચથી શરૂ કરી છે અને તેનો લાભ 30 એપ્રિલ સુધી લઈ શકાશે. Jioની આ ઑફરથી IPL જોનારા યૂઝર્સને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે IPL મેચ જોતી વખતે વધારાના હાઇ સ્પીડ ડેટાની જરૂર પડે છે. Jioની આ 50 દિવસની ફ્રી ઑફર દ્વારા યૂઝર્સને IPL જોવાનું કોઈ ટેન્શન નહીં રહે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર થઈ રહ્યું છે.