શોધખોળ કરો
Advertisement
Telegram બની દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ, WhatsApp કયા નંબરે છે ? જાણો
રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં ટેલિગ્રામ દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડેડ નોન ગેમિંગ એપ રહી.
Whatsappની પોલિસી વિવાદનો સીધો ફાયદો અન્ય મેસેજિંગ એપ્સને થઈ રહ્યો છે. હવે Telegram સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ગઈ છે. Telegramએ ટિકટોક, ફેસબુક અને વોટ્સએપને પણ પાછળ છોડી દીધાં છે.
ડેટા એનાલિટિક્સ ફર્મ સેન્ટ ટાવરના રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં ટેલિગ્રામ દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડેડ નોન ગેમિંગ એપ રહી. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2021 ટેલીગ્રામને 6.3 કરોડથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. આ જાણકારી 2020ની સરખામણીએ 3.8 ગણી છે. ટેલીગ્રામને સૌથી વધુ ભારતમાં 24 ટકા ડાઉનલોડ કરવામાં આવી છે.
સાથે સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાં ટિકટોક બીજા નંબરે છે. અને ત્રીજા નંબરે સિગનલ, ચોથા ક્રમે ફેસબુક અને પાંચમાં નંબરે વોટ્સએપ છે. છઠ્ઠા ક્રમે ઈન્સ્ટાગ્રામ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લઈને ભારે વિવાદ થયો હતો.
દુનિયાભરમાં વોટ્સએપની ભારે ટીકા થઈ હતી. તેના બાદ યુઝર્સ સિગનલ અને ટેલિગ્રામ જેવી એપ્સ પર મૂવ થયા હતા. અને આ એપને ધડાધડ ડાઉનલોડ કરવા લાગ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement