શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jio-Airtel-VIના આ છે 84 દિવસની વેલિડિટીના બેસ્ટ પ્લાન, જાણો ઓફર્સ
જિયો ઉપરાંત એરટેલ પણ પોતાના યૂઝર્સને આવા જ પ્લાન આપી રહી છે.
![Jio-Airtel-VIના આ છે 84 દિવસની વેલિડિટીના બેસ્ટ પ્લાન, જાણો ઓફર્સ these are the 84 day validity plans of jio airtel and vi know offers Jio-Airtel-VIના આ છે 84 દિવસની વેલિડિટીના બેસ્ટ પ્લાન, જાણો ઓફર્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/10200025/Reliance-Jio-Airtel-VI-Vodafone.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓની વચ્ચે ઓફર્સને લઈને જોરદાર સ્પર્ધાન ચાલી રહી છે. ત્રણેય કંપનીઓ પોત પોતાના યૂઝર્સને શાનદાર પ્લાન અને ઓફર્સ આપી રહી છે. મોટેભાગે યૂઝર્સ વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાં પડતા નથી હોતા. તેના માટે આ કંપનીઓ લાંબી વેલિડિટીવાળો પ્લાન રજૂ કરી રહી છે. આવો જાણીએ આ ઓફર્સ વિશે.
Reliance Jio
રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે એફોર્ડેબલ પ્રીપેડ પ્લાન લાંબી વેલિડિટી સાથે રજૂ કરી રહી છે. 329 રૂપિયાની કિંમતવાળા આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે. આ પેકમાં માત્ર 6 જીબી ડેટા મળે છે. તેની સાથે જ આ પેકમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળે છે. ઉપરાંત તેમાં 1000 એસએમએસ પણ મળે છે. કંપનીએ આ પ્લાનમાં જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન આપી રહી છે.
Airtel
જિયો ઉપરાંત એરટેલ પણ પોતાના યૂઝર્સને આવા જ પ્લાન આપી રહી છે. એરટેલના આ પ્લાન 379 રૂપિયાનો છે, જેમાં 6 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ ઉપરાંત દરરોજ 100 એસએમએસ ફ્રી આપવામાં આવી રહ્યા છે. તેમાં એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
Vodafone- Idea
વોડાફોન-આઈડિયાના 379 રૂપિયાવાળા આ પ્લાનમાં યૂઝર્શને કુલ 6 જીબી ડેટા અને 1000 ફ્રી એસએમએસ મળી રહ્યા છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાન પણ 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)