આ 15 Loan Appsથી લૉન લેશો તો ફસાઇ જશો, આ રીતે કરી દેશે તમને બરબાદ
Fraud Loan Apps: Macfeeના રિપોર્ટ અનુસાર, લગભગ 80 લાખ એટલે કે 80 લાખ યૂઝર્સ દ્વારા 15 નકલી લૉન એપ્સ ડાઉનલૉડ કરવામાં આવી છે
Fraud Loan Apps: દેશમાં ઓનલાઈન છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ ઓનલાઈન છેતરપિંડી કરીને લોકોને લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. દરમિયાન આવી નકલી એપ્સ મળી આવી છે જે લોકોને તેમની છેતરપિંડીનો શિકાર બનાવે છે. McAfeeના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ઘણી નકલી લોન એપ્સે લોકોને છેતર્યા છે. તેઓને સરળતાથી લોનની લાલચ આપીને જાળમાં ફસાવી અને પછી છેતરપિંડી આચરી છે. આ નકલી લોકો એપ યૂઝર્સની અંગત માહિતી અને બેંક વિગતો ચોરી કરે છે, જેના કારણે છેતરપિંડીનો ખતરો વધી ગયો છે. McAfeeએ આવી 15 નકલી લૉન એપ્સની ઓળખ કરી છે, જેને લાખો લોકોએ ડાઉનલૉડ કરી છે.
ખુબ જ ખતરનાક છે આ 15 લૉન એપ્સ
Macfeeના રિપોર્ટ અનુસાર, લગભગ 80 લાખ એટલે કે 80 લાખ યૂઝર્સ દ્વારા 15 નકલી લૉન એપ્સ ડાઉનલૉડ કરવામાં આવી છે. મોટાભાગના યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટૉરના છે. જો કે, આમાંથી કેટલીક એપ્સ સ્ટૉરમાંથી દૂર કરવામાં આવી છે.
ભૂલથી પણ ના આપો પરમિશન
કેટલીક એપ્સ હજુ પણ યૂઝર્સના ફોનમાં ઉપલબ્ધ છે. આ નકલી લોકો એપ સ્ટૉલ થવા પર અનેક પ્રકારની પરવાનગીઓ માંગે છે. આ માટે તમારે મેસેજ, કેમેરા, માઇક્રૉફોન અને લૉકેશનનો એક્સેસ આપવો પડશે. પરંતુ ઘણા લોકો વિચાર્યા વગર જ તેની પરવાનગી આપી દે છે. એકવાર એપ એક્સેસ થઈ જાય પછી, બેંકિંગ માટે જરૂરી વન-ટાઇમ પાસવર્ડ સહિત તમારો મહત્વપૂર્ણ ડેટા સરળતાથી ચોરી થઈ શકે છે.
આવી એપ્સની સંપૂર્ણ યાદી જુઓ અહીં...
જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને તરત જ ડિલીટ કરો. નીચે અમે આવી એપ્સની યાદી આપી છે.
Préstamo Seguro-Rápido, seguro
Préstamo Rápido-Credit Easy
ได้บาทง่ายๆ-สินเชื่อด่วน
RupiahKilat-Dana cair
ยืมอย่างมีความสุข – เงินกู้
เงินมีความสุข – สินเชื่อด่วน
KreditKu-Uang Online
Dana Kilat-Pinjaman kecil
Cash Loan-Vay tiền
RapidFinance
PrêtPourVous
Huayna Money
IPréstamos: Rápido
ConseguirSol-Dinero Rápido
ÉcoPrêt Prêt En Ligne
આ પણ વાંચો
12GB RAM સાથે આવ્યું OPPO નું નવું ટેબલેટ, મળે છે 9510 mAh ની બેટરી અને આવા ફિચર્સ, જાણો કિંમત