(Source: ECI/ABP News/ABP Majha)
મોબાઇલ સ્લો ચાલવા પાછળ આપની આ ભૂલ છે જવાબદાર, પહેલા આ ફાઇલ કરો ડિલિટ, ફટાફટ ચાલશે ફોન
કેશ સાફ કરવા માટે, તમારા Android ફોન પર સેટિંગ્સ એપ્લિકેશન પર જાઓ અને તેને ઓપન કરો.લો. તમારા સેટિંગ્સ મેનૂમાં 'સ્ટોરેજ' સેકશનમાં જાઓ
લોકોને વારંવાર ફોન (mobile) સ્લો થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, અમને લાગે છે કે ફોન ખરાબ થઈ ગયો છે, જેના કારણે આ થઈ રહ્યું છે, પરંતુ વાસ્તવમાં કેટલાક અન્ય કારણો છે જેના કારણે ફોનમાં સમસ્યાઓ દેખાવા લાગે છે.
ફોનને (સારી રીતે કાર્યરત રાખવા માટે તેની કાળજી લેતા રહેવું જરૂરી છે. જો ફોનની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે અને તેનો ઉપયોગ રફ રીતે કરવામાં આવે તો સમસ્યાઓ જલ્દી દેખાવા લાગે છે. તેથી, કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ફરિયાદ કરે છે કે ફોન જૂનો થતાની સાથે તે ધીમો થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે આપણે કેટલીક નાની બાબતો પર ધ્યાન નથી આપતા. આપણામાંથી મોટાભાગના લોકોએ ‘કેશ’ શબ્દ સાંભળ્યો જ હશે. પરંતુ માત્ર થોડા જ લોકો જાણતા હશે કે તે શું છે અને તે ફોન માટે કેવી રીતે હાનિકારક છે. ચાલો જાણીએ કે ફોનમાંથી કેશ કેવી રીતે સાફ કરી શકાય છે, અને તે તમારા ફોન પર કેવી રીતે ખરાબ અસર કરે છે.
કેશ સાફ કરવા માટે, તમારા Android ફોન પર સેટિંગ્સ એપ્લિકેશન પર જાઓ અને તેને ખોલો. તમારા સેટિંગ્સ મેનૂમાં 'સ્ટોરેજ' સેકશનમાં જાઓ. આપના ડિવાઇસના મોડલના હિસાબે સેક્શન અલગ અલગ સ્થળોએ હોઈ શકે છે.એકવાર સ્ટોરેજ મેનૂમાં, ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશન્સની સૂચિ જોવા માટે 'એપ્સ' અથવા 'એપ સ્ટોરેજ' પર ટૅપ કરો. હવે તે એપ પસંદ કરો જેના માટે તમે કેશ અથવા ડેટા સાફ કરવા માંગો છો.
એપ્લિકેશનના સેટિંગ્સમાં, તમે ' ‘Clear Cache’ ના વિકલ્પો દેખાશે. અહીંથી ટેમ્પરરી ફાઇલો કાઢી નાખવા માટે ' ‘Clear Cache’ પર ટેપ કરો. સાવધાની સાથે 'ક્લિયર સ્ટોરેજ' પસંદ કરો કારણ કે આ તમામ એપ્લિકેશન ડેટાને ભૂંસી નાખે છે, તમારે ફરીથી લૉગિન કરવાની અને સંભવિતપણે એપ્લિકેશનને ફરીથી સેટ કરવાની જરૂર છે.