Translation Tips: ટેક્સ્ટ સિવાય હવે Photoને પણ કરી શકાશે મનપસંદ ભાષામાં ટ્રાન્સલેટ, જાણો કઇ રીતે ?
સરળ ભાષામાં એ સમજી લો કે જો કોઇ ફોટો ઉર્દૂમાં છે, અને તમે તેને હિન્દીમાં સમજવા માંગો છો, તો તમે તેના આસાનીથી હિન્દીમાં ટ્રાન્સલેટ કરી શકો છો.
Translation Tips: ગૂગલ ટ્રાન્સલેશન ફિચરનો ઉપયોગ તમે બધાએ ક્યારેક ને ક્યારેય તો કર્યો જ હશે, જો કોઇએ નથી કર્યો, તો આ એક ટૂલ છે જે કોઇપણ ભાષામાં પોતાની મનપસંદ ભાષાને ટ્રાન્સલેટ કરીને તમને આપે છે. માની લો કે તમે જો કેરળ બાજુ ગયા છો અને ત્યાં સ્થાનિક ભાષામાં તમને કંઇક કહેવામાં આવે છે, તો તમે તેને પોતાની ભાષામાં ટ્રાન્સલેટ કરી સમજી શકો છો. આ જ આ ટૂલનો ઉદેશ્ય છે, અને આમાં દુનિયાભરની ભાષાઓ સ્ટૉર છે. આ બધાની વચ્ચે ગૂગલે પોતાના ગૂગલ ટ્રાન્સલેટ ફિચરમાં એક નવો ઓપ્શન એડ કર્યો છે, જે અંતર્ગત કોઇપણ યૂઝર્સ કોઇપણ ફોટાને પણ ટ્રાન્સલેટ કરી શકે છે. એટલે કે કોઇ ફોટો તમને બીજા ભાષામાં દેખાય છે, તો તમે તેને ટ્રાન્સલેટ કરવા માંગો છો, તો તે ફોટોને ગૂગલ ટ્રાન્સલેટ પર અપલૉડ કરીને તમે પોતાની મનપસંદ ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો.
સરળ ભાષામાં એ સમજી લો કે જો કોઇ ફોટો ઉર્દૂમાં છે, અને તમે તેને હિન્દીમાં સમજવા માંગો છો, તો તમે તેના આસાનીથી હિન્દીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. તમે આ ફોટાને ગૂગલ ટ્રાન્સલેટ પર અપલૉડ કરીને આ કામ આસાનીથી કરી શકો છો. નવા ઓપ્શન પર તમે jpg, jpeg અને png ફૉર્મેટમાં ફોટો અપલૉડ કરી શકો છો.
આ રીતે કરો યૂઝ -
ફોટાને ટ્રાન્સલેટ કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ ટ્રાન્સલેટની વેબસાઇટ પર જવુ પડશે, આ પછી તમારે અહીં ચાર ઓપ્શન મળશે, જેમાંથી એક ઇમેજ ટ્રાન્સલેશનનું હશે. આના પર ક્લિક કરીને તમારે ફોટો અપલૉડ કરવાનો છે, અને પછી ભાષામાં તમે ટ્રાન્સલેશન ઇચ્છો છો, તેને પસંદ કરવાનુ છે. એન્ટર દબાવતા જ ઇમેજ તમારી મનપસંદ કે પસંદ કરેલી ભાષામાં ટ્રાન્સલેટ થઇ જશે. આ ઉપરાંત જો તમે ટ્રાન્સલેટ કરવામાં આવેલી ટેક્સ્ટ કે ઇમેજનો ડાઉનલૉડ કરીને ભવિષ્ય માટે સેવ કરવા માંગો છો, તો તે કામ પણ તમે કરી શકો છો.
આ લોકોને ખુબ કામ આવશે આ ઓપ્શન -
આ ઓપ્શન ખાસ કરીને તે લોકો માટે વધુ ફાયદાવાળુ છે, જે સતત ટ્રાવેલ કરે છે, અને તેમને અલગ અલગ જગ્યાએ જવાનું હોય છે, જ્યાં તેમની માતૃભાષા નથી બોલવામાં આવતી, પછી તે દેશ હોય કે વિદેશ, દરેક જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો છો.