ટ્વીટર પર કમાણી કરવાનો મોકો, એલન મસ્કે યૂઝર્સને અત્યાર સુધી 166 કરોડ રૂપિયા આપ્યા, ફોલો કરો આ સ્ટેપ્સ
જુલાઈમાં એલન મસ્કએ ક્રિએટર્સ સાથે એડની રેવન્યૂ શેર કરવાની વાત કરી હતી. આનો અર્થ એ છે કે ટ્વીટર પર સારા ફોલોઅર્સ ધરાવતા લોકો ટેક્સ્ટ પૉસ્ટ દ્વારા કમાણી કરી શકે છે.
Twitter Ads revenue Program Eligibility: માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) અત્યારે ખુબ ચર્ચામાં છે, જ્યારથી એલન મસ્કે કમાન સંભાળી છે, ત્યારથી આમાં કેટલાય મોટા મોટા ફેરફાર આવ્યા છે. જુલાઈમાં એલન મસ્કએ ક્રિએટર્સ સાથે એડની રેવન્યૂ શેર કરવાની વાત કરી હતી. આનો અર્થ એ છે કે ટ્વીટર પર સારા ફોલોઅર્સ ધરાવતા લોકો ટેક્સ્ટ પૉસ્ટ દ્વારા કમાણી કરી શકે છે. કંપની એડમાંથી થતી આવકનો અમુક હિસ્સો ક્રિએટર્સને આપે છે. દરમિયાન કંપનીના સીઇઓ લિન્ડા યાકારિનોએ એક એક્સ-પૉસ્ટમાં જણાવ્યું હતું કે એડ રેવન્યૂ પ્રૉગ્રામની શરૂઆતથી અત્યાર સુધીમાં કંપનીએ ક્રિએટર્સને 166 કરોડ રૂપિયા (લગભગ 20 મિલિયન ડૉલર)થી વધુની ચૂકવણી કરી છે.
આ રીતે તમે પણ કરી શકે છો તગડી કમાણી
X નો એડ રેવન્યૂ પ્રૉગ્રામ માટે યોગ્ય ઠરેલા ક્રિએટર્સને તેમની કન્ટેન્ટ દ્વારા જનરેટ થતી આવકનો હિસ્સો પ્રદાન કરે છે. જ્યારે પણ યૂઝર્સ તેમની પૉસ્ટ અથવા પ્રૉફાઇલ પર એડ જુએ છે, ત્યારે પ્લેટફોર્મ તે ઇમ્પ્રેશનમાંથી આવક પેદા કરે છે અને આ આવકની ટકાવારી ક્રિએટર્સ સાથે વહેંચવામાં આવે છે.
Create. Connect. Collect all on X. We’re enabling the economic success of new segments like creators. And so far we've paid out almost $20 million to our creator community. https://t.co/kk137uPkAo
— Linda Yaccarino (@lindayaX) September 29, 2023
એડ રેવન્યૂ પ્રૉગ્રામનો ભાગ બનવા માટે તમારે કેટલીક શરતો પુરી કરવી પડે છે-
- તમારા એકાઉન્ટ પર 500 એક્ટિવ ફોલોઅર્સ હોવા જોઇએ.
- છેલ્લા 3 મહિનામાં તમારા એકાઉન્ટ પર 5 મિલિયનથી વધુ પૉસ્ટ ઇમ્પ્રેશન હોવા જોઇએ. (આમાં માત્ર વેરિફાઇડ એકાઉન્ટની ઇમ્પ્રેશન જ કાઉન્ટ થશે.)
- તમે એક્સ પ્રીમિયમ કે ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન લીધેલું હોવું જોઇએ.
- જો તમે આ તમામ શરતોને પુરી કરો છો, તો તમે પણ ટ્વીટરમાંથી કમાણી કરી શકો છે.
ધ્યાન રહે, એડ રેવન્યૂ પ્રૉગ્રામ માત્ર ઇન્ડિવિડ્યૂઅલ એકાઉન્ટ માટે છે. જલદી ટ્વીટર યૂઝર્સને પ્લેટફોર્મમાં વીડિયો અને વૉઇસ કૉલનો ઓપ્શન મળશે. આ પછી મસ્ક લોકોને પેમેન્ટ સાથે જોડાયેલી સેવાનો પણ લાભ આપશે.
Twitter પર લૉગિન કરવાના પણ આપવા પડશે પૈસા
એલન મસ્ક સ્પામ અને બૉટ્સ સાથે વ્યવહાર કરવા માટે Twitter પર પેઇડ વેરિફિકેશન સિસ્ટમ લાવ્યા. આની મદદથી કંપનીએ પ્લેટફોર્મ પરથી કેટલાક લાખ બૉટ એકાઉન્ટ્સ હટાવી દીધા. જોકે, આવા એકાઉન્ટ્સ હજુ પણ X પર એક્ટિવ છે. દરમિયાન IANSના અહેવાલ મુજબ, ટૂંક સમયમાં જ મસ્ક એક્સને સંપૂર્ણપણે પેઇડ સર્વિસમાં રૂપાંતરિત કરી શકાય છે જેથી પ્લેટફોર્મ પરથી બૉટોને દૂર કરી શકાય. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારે ટ્વીટરનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવી પડશે. આ અપડેટ તે લોકો માટે છે જેઓ હાલમાં મફતમાં ટ્વીટરનો ઉપયોગ કરી રહ્યાં છે. જે યૂઝર્સે ટ્વીટર બ્લૂ સબસ્ક્રાઈબ કર્યું છે તેમને કોઈ અલગ પેમેન્ટ કરવાની રહેશે નહીં.
ચૂકવવા પડશે આટલા રૂપિયા
હાલમાં, એલન મસ્ક ટ્વીટર લૉગિન માટે કેટલા રૂપિયા ચાર્જ કરશે તેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તે નક્કી છે કે તેનો ચાર્જ ટ્વીટર બ્લૂ એટલે કે X પ્રીમિયમ કરતા ઓછો હશે. હાલમાં કંપની ભારતમાં મોબાઈલ પર બ્લૂ ટિક માટે 900 રૂપિયા ચાર્જ કરે છે. ધ્યાન રહે, મસ્ક દરેક માટે પેમેન્ટ સિસ્ટમ લાવી રહ્યું છે જેથી બૉટ્સને ઘટાડી શકાય, આમાં કંપની તમને બ્લૂ ટિક નહીં આપે. બ્લૂ ટિક માટે તમારે ફક્ત X પ્રીમિયમની સર્વિસ લેવી પડશે. એલન મસ્કે એક ઈન્ટરવ્યૂમાં માહિતી આપી હતી કે હવે ટ્વીટર પર દર મહિને 550 મિલિયનથી વધુ યૂઝર્સ એક્ટિવ છે અને પ્લેટફોર્મ પર દરરોજ 100 થી 200 મિલિયન પૉસ્ટ અપલૉડ કરવામાં આવે છે. એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વીટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું. જો કે તે સમયે કંપનીના યૂઝર્સ ઓછા હતા, પરંતુ મસ્ક દ્વારા લાવવામાં આવેલા નવા અપડેટ બાદ કંપની પાસે વધુ યૂઝર્સ છે. ખાસ કરીને એક્સ રેવન્યૂ શેરિંગ પ્રૉગ્રામ પછી યૂઝર્સની સંખ્યા ઘણી મોટી છે.