Twitter Gold Tick: ટ્વીટરે બિઝનેસ એકાઉન્ટ્સ માટે રિલીઝ કર્યુ ગૉલ્ડ ચેક માર્ક, જાણો ડિટેલ્સ
આ વખતે ટ્વીટર બ્લૂની રી લૉન્ચિંગને, ગયા મહિને થયેલી લૉન્ચિંગની ભૂલોને સુધારીને ફરીથી લૉન્ચ કરવામાં આવ્યુ છે.
Twitter Gold Tick Charge: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મે ફરીથી પોતાની ટ્વીટર બ્લૂ સબ્સક્રિપ્શન સર્વિસને વેબ યૂઝર્સ માટે ખુલ્લી મુકી દીધી છે, અને જલદી આ સેવાને iOS વર્ઝન માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે, હાલમાં ટ્વીટરે કેટલાક બિઝનેસ ઓફિશિયલ એકાઉન્ટને ગૉલ્ડ ચેક માર્ક આપ્યા છે. જે પહેલાથી ચાલી આવી રહેલી બ્લૂ ટિક ચેક માર્કની પરંપરાને તોડવાની એક શરૂઆત તરફ ઇશારો કરી રહ્યું છે.
એલન મસ્કનુ એલાન -
એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, તે આગામી થોડાક મહિનાઓમાં જ ટ્વીટર બ્લૂની પહેલાથી ચાલી આવી રહેલી નીતિઓને પુરી રીતે બદલી નાંખશે, કેમ કે જે રીતે પહેલા આ ચેક માર્ક્સ આપવામાં આવ્યા છે, તે યોગ્ય નથી. અત્યારે તેના વેબ વર્ઝનની શરૂઆત , માત્ર યૂએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યૂકે માટે છે. આવનારા દિવસોમાં ટ્વીટર આનો વિસ્તાર કરવાની યોજના પર ઝડપથી કામ કરી રહ્યું છે.
દેખાવવા લાગ્યુ ગૉલ્ડ ચેક માર્ક ટિક -
કેટલાક મીડિયા અને બિઝનેસ એકાઉન્ટ પર ગૉલ્ડ ચેક માર્ક દેખાવવા લાગ્યુ છે. આ વખતે ટ્વીટર બ્લૂની રી લૉન્ચિંગને, ગયા મહિને થયેલી લૉન્ચિંગની ભૂલોને સુધારીને ફરીથી લૉન્ચ કરવામાં આવ્યુ છે. બ્લૂ ટિક સબ્સક્રિપ્શન સેવા દ્વારા કોઇપણ પૈસા આપીને બ્લૂ ચેક માર્ક્સ હાંસલ કરી શકતુ હતુ, જેનુ પરિણામ એ આવ્યુ કે કેટલીય પ્રતિષ્ઠિત બ્રાન્ડના ફેક એકાઉન્ટ્સ બનાવીને ખોટી માહિતી ફેલાવવા લાગી, જેના કારણે ટ્વીટરને પોતાની આ સર્વિસને થોડાક સમય માટે સ્થગિત કરવી પડી હતી.
Twitter પર કરી શકાશે લાંબી ટ્વીટ
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ ઉપયોગી સુવિધા શરૂ થવાની છે. હાલમાં, ટ્વિટર ફક્ત 280 અક્ષરોમાં ટ્વીટ કરવાની મંજૂરી આપે છે, જે વપરાશકર્તાઓ માટે લાંબી પોસ્ટ લખવાનું મુશ્કેલ બનાવે છે. યુઝર્સની આ સમસ્યા જલ્દી જ ખતમ થઈ જશે. ખરેખર, ટ્વિટરના નવા માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક આ પ્લેટફોર્મમાં વ્યાપક ફેરફારો કરી રહ્યા છે. હવે મસ્કે પુષ્ટિ કરી છે કે ટ્વિટર અક્ષર મર્યાદા 280 થી વધારીને 4000 કરવા માટે તૈયાર છે.
જ્યારે ઈલોન ઓબારે નામના ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું કે શું ટ્વિટરે કેરેક્ટર લિમિટ 280થી વધારીને 4000 કરી છે, તો ઈલોન મસ્કે ‘હા’માં જવાબ આપ્યો. અગાઉ પ્લેટફોર્મ માત્ર 140 અક્ષરોની મર્યાદા આપતું હતું. ટ્વિટરે 8 નવેમ્બર, 2017 ના રોજ અક્ષર મર્યાદાને 140 થી 280 અક્ષર સુધી બમણી કરી.